કંગના રનૌતની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ જારી
મુંબઇ, બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની વિરૂધ્ધ એફઆઇઆર કરાવવા માટે આદેશ આપ્યો છે.કંગના પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કલાકારોને હિન્દુ મુસલમાનમાં વિભાજન અને સામાજિક દ્રેષને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.અરજીકર્તા મુન્ના વરાલીએ કંગનાની ગત કેટલાક સમયમાં કરવામાં આવેલ ટ્વીટનો હવાલો આપતા તેમની વિરૂધ્ધ તપાસની માંગ કરી છે.
અરજીકર્તાએ કંગનાના ટ્વીટ અને ન્યુઝ પર આવેલા નિવેદનમાં હિન્દુ કલાકાર અને મુસ્લિમ કલાકારમાં વિભાજન, સામાજિક દ્રેષ વધારવાનો આરોપ લગાવતા અરજી કરી હતી આ મામલામાં કંગનાની બેન રંગોલીને પણ આરોપી બનાવવામાં આવી છે કંગનાના મુંબઇની સ્થિતિની સરખામણી પીઓકેથી કરવાની ટીપ્પણીને પણ ફરિયાદકર્તાએ ઉલ્લેખ કર્યો છે.
અરજીકર્તાનું કહેવુ છે કે કાસ્ટિંગ ડાયરેકટર તરીકે તેણે ફિલ્મ ઇડસ્ટ્રીઝના તમામ હિન્દુ અને મુસ્લિમ ફિલ્મ નિર્દેશકોની સાથે કામ કર્યું પરંતુ કયારેય કોઇ ભેદભાવ અનુભવાયા નથી પરંતુ સોશલ મીડિયા દ્વારા કંગના સતત બોલીવુડ ઇડસ્ટ્રીના કલાકારોને હિન્દુ અને મુસલમાનોના આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ડ્ગની ટેવાયેલી હત્યારા અને ભાઇ ભત્રીજાવાદમાં સડોવાયેલી બતાવી ચુકી છે.
આ ટ્વીટ બોલીવુડની અંદર અને સામાન્ય જનતામાં વૈમનસ્ય પેદા કરી રહી છે.કંગનાએ પાલધરમાં હિન્દુ સાધુઓની હત્યા અને મહાનગરપાલિકાને બાબર સેના કહી ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યું છે જમાતિયાઓ પર દેશમાં કોરોના વાયરસથી ફેલાવવાનો આરોપ લગાવી પણ સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. અરજીકર્તાએ કહ્યું કે તે લોકોએ મરાઠા ગૌરવ પર એક પણ ફિલ્મ બનાવી નથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની વિરૂધ્ધ કંગનાના નિવેદનનો પણ અરજીકર્તાએ ઉલ્લેખ કર્યો છે.HS