Western Times News

Gujarati News

કંગના રનૌત અને ઉદ્વવ ઠાકરેની લડાઇ: રાજયપાલે કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની વચ્ચે જારી લડાઇમાં હવે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કૌશ્યારીએ એન્ટ્રી લીધી છે રિપોર્ટ અનુસાર તેમણે આ સમગ્ર મામલામાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અજેય મહેતા સાથે ચર્ચા કરી આ દરમિયાન રાજયપાલે કાર્યવાહી પર નારાજગી પણ વ્યકત કરી છે. અજય મહેતા આ સંબંધમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને જાણકારી આપશે જયારે રાજયપાલ કોશ્યારી પણ આ વિષય પર કેન્દ્રને એક રિપોર્ટ આપનાર છે.

એ યાદ રહે કે બોલીવુડ અભિનેતા કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની વચ્ચે લડાઇ સતત વધતી જઇ રહી છે બંન્ને તરફથી જુબાની હુમલા તેજ થઇ ગયા છે કંગનાએ તો ઉદ્વવ ઠાકરેને વંશવાદનો નમુનો બતાવી દીધા તો શિવસેનાને સોનિયા સેના સુધી પણ કહી દીધી. કંગના રનૌતની ઓફિસ પર કહેવાતી રીતે ગેરકાયદેસર નિર્માણની બીએમસીની કાર્યવાહી પર મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકાર ભરપાઇ કરવામાં લાગી છે. જયારે પોલીસે અભિનેત્રી કંગના રનૌતના ખાર ખાતે ઘર અને બાંદ્રામાં તેની કચેરી બહાર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે એક અધિકારીએ આ માહિતી આપી.

કેન્દ્ર સરકારે કંગનાને વાઇ પ્લસ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરી છે તેમણે તાજેતરમાં જ મુંબઇ પોલીસની ટીકા કરી હતી અને મહાનગરની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરી હતી જેના પર ઉઠેલા વિવાદ બાદ તેમને કેન્દ્ર તરફથી સુરક્ષા આપવામાં આવી છે શિવસેનાએ તેમના નિવેદનોની ટીકા કરી છે. કંગના બુધવારે હિમાચલ પ્રદેશમાં પોતાના ઘરેથી પાછી ફરી હતી તેના પાછા ફરવાના કેટલાક સમય પહેલા જ શિવસેનાના નિયંત્રણવાળા બૃહદમુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ તેમના બાંદ્રા ખાતે બંગલો અને કચેરીમાં ગેરકાયદેસર નિર્માણ કાર્યને તોડી પાડવાની કાર્યવાહી કરી હતી જાે કે કેટલાક સમય બાદ જ બંબઇ હાઇકોર્ટે અભિનેત્રીને રાહત આપતા બીએમસી દ્વારા ગેરકાયદેસર નિર્માણને તોડવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.