કંગના રનૌત કેટરિના કૈફ અને વિકીના લગ્નથી ખુશ છે
મુંબઈ, કંગના રનૌતની ગણતરી બોલિવૂડના તે સેલેબ્સમાં થાય છે જે કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ખચકાતા નથી. કોઈ પણ મુદ્દો હોય, કંગના રનૌત સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી હોય છે.
ઘણી વાર તેના નિવેદનો વિવાદાસ્પદ પણ હોય છે અને પોતાના મંતવ્યોને કારણે તે મુશ્કેલીમાં પણ મૂકાઈ ચુકી છે. તાજેતરમાં તેણે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન પર પોતાના વિચાર રજૂ કર્યા છે. જાે કે કંગનાએ વિકી અથવા કેટરિનાનું નામ નથી લીધું, પરંતુ તેની વાત પરથી સ્પષ્ટપણે કહી શકાય કે તે લગ્ન કરવા જઈ રહેલા આ કપલની વાત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટરિના અને વિકીના ઉંમરના તફાવતનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે કેટરિના કૈફ વિકી કૌશલથી પાંચ વર્ષ મોટી છે. કેટરિનાની ઉંમર ૩૮ વર્ષ છે જ્યારે વિકી કૌશલની ઉંમર ૩૩ વર્ષ છે.
કંગનાએ આ ઉંરમના તફાવતના સંદર્ભમાં કેટરિના અને વિકીના વખાણ કર્યા છે. કંગનાનું કહેવું છે કે બોલિવૂડની સફળ અને મોટી અભિનેત્રીઓ યંગ એક્ટર્સ સાથે લગ્ન કરીને રૂઢિચુસ્ત ધારણાઓ તોડી રહી છે. કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, આપણે એવા ઘણાં કિસ્સા સાંભળ્યા છે જ્યાં ધનિક પુરુષો પોતાનાથી નાની ઉંમરની મહિલા સાથે લગ્ન કરતા હોય છે.
એક મહિલા અથવા યુવતી પોતાના પતિથી વધારે સફળ હોય તે વાત કોઈ સ્વીકારી નથી શકતું. નાની ઉંમરના યુવક સાથે લગ્ન કરવાની વાત તો દૂર છે, એક ઉંમર પછી લગ્ન કરવા પણ મુશ્કેલ બની જતા હતા. પરંતુ હવે જાેઈને ઘણું સારું લાગી રહ્યું છે કે, ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ધનિક અને સફળ મહિલાઓ જેન્ડરને લગતી ધારણાઓ બદલી રહી છે.
કંગનાએ ભલે આ પોસ્ટમાં કોઈનું નામ નથી લીધુ, પરંતુ વાંચનાર દરેક વ્યક્તિ સમજી ગઈ હશે કે તે કેટરિના અને વિકી કૌશલની વાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ ૯મી ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહેશે.SSS