કંગના રનૌત PMની સુરક્ષામાં થયેલી ચૂકથી રોષે ભરાઈ

મુંબઇ, બુધવારના રોજ વડપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની એક મોટી ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ બાબતે જણાવ્યું કે તેમનો જીવ જાેખમમાં હતો. આ મુદ્દા પર અત્યારે દેશની રાજનીતિ ગરમાઈ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો બે વર્ગમાં વહેંચાઈ ગયા છે.
એક વર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી આ ચૂકની ટીકા કરી રહ્યો છે જ્યારે બીજાે વર્ગ વડાપ્રધાનને પ્રશ્નો કરી રહ્યો છે. વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી અને લગભગ દરેક બાબતમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી અભિનેત્રી કંગના રનૌતે પણ આ બાબતે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.
કંગના રનૌતે પંજાબ સરકારની ટીકા કરી છે અને સાથે જ પંજાબ રાજ્ય પર પણ નિશાન સાધ્યું છે. કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ લખ્યું છે કે, પંજાબમાં જે થયું તે શરમજનક છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના નાગરિકોએ ચૂંટ્યા છે અને તે દેશના ૧.૪ બિલિયન લોકોનો અવાજ છે. તેઓ દેશના પ્રતિનિધિ છે. વડાપ્રધાન મોદી પર હુમલાનો અર્થ છે દેશના પ્રત્યેક નાગરિક પર હુમલો થયો છે.
આપણા દેશની લોકશાહી પર હુમલો થયો છે. પંજાબ સતત આતંકવાદી પ્રવૃત્તિઓનું હબ બનતં જાય છે. આપણે જાે આ પ્રવૃત્તિઓ રોકી નહીં તો દેશે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસક છે.
અનેક અવસરો પર કંગના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કંગનાએ તેમને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જણાવ્યા હતા. તેણે કહ્યુ હતું કે, પીએમ મોદી પ્રત્યેક દેશવાસી માટે આદર્શ છે. તેમણે દરેક વ્યક્તિને શીખવ્યું છે કે સપના કેવી રીતે જાેવાના.
પંજાબમાં ગઈકાલે બનેલી ઘટનાની વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીના સંબોધન માટે જઈ રહ્યા હતા ત્યારે હુસૈનીવાલા નજીક ફ્લાયઓવર પર તેમના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. તેમણે સંબોધન કર્યા વિના જ પાછા ફરવુ પડ્યુ હતું.
વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો તો તે રસ્તા પર પ્રદર્શનકારીઓ કેવી રીતે પહોંચ્યા? ખેડૂતોએ પહેલાથી વિરોધની જાણકારી આપી હતી તો વડાપ્રધાનના કાફલા માટે તે રૂટ કેમ પસંદ કરવામાં આવ્યો? વગેરે પ્રશ્નો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. નેતાઓ પણ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.SSS