કંગના રાણાવતે શાનદાર સ્ટુડિયોની ખરીદી કરી છે
મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના રાણાવતે મુંબઇમાં એક સ્ટુડિેયોની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશના વાણિજ્ય પાટનગર મુંબઇના પાલી હિલમાં પોતાના માટે એક શાનદાર સ્ટુડિયોની ખરીદી કરી છે. તેની માહિતી કંગનાની બહેન રંગોલી દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મિડિયા પર રંગોલી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. રંગોલીએ કંગનાના નવા સ્ટુડિયોનો ફોટો પણ સોશિયલ મિડિયા પર રજૂ કરીને આ સંબંધમાં માહિતી આપી છે. તેને કહ્યુ છે કે મુંબઇના પ્રાઇમ લોકેશન પાલી હિલમાં કંગના દ્વારા સ્ટુડિયોની ખરીદી કરવામાં આવી છે.
કંગના રાણાવત ૧૦ વર્ષ પહેલાથી જ આ સપનુ જાઇ રહી હતી. આજે તમામ લોકો જાઇ રહ્યા છીએ કે કંગનાને તેનુ સપનુ પૂર્ણ કર્યુ છે. જ્યારે લોકો સચ્ચાઇ અને ઇમાનદારી સાથે તમામ ચીજો હાંસલ કરે છે ત્યારે વધારે ખુશી થાય છે. નાના મોટા ઝુઠ્ઠાણા લોકો ચલાવતા રહે છે. કંગના રાણાવત બોલિવુડમાં એક એવી અભિનેત્રી તરીકે છે જે બોલિવુડમાં દરેક વિષય પર પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે જાણીતી રહી છે. કંગના રાણાવત બોલિવુડમાં એક પછી એક મોટી ફિલ્મમાં કામ કરી ચુકી છે. હાલમાં તેની પાસે અનેક મોટી ફિલ્મ છે. જેમાં જયલલિતાની લાઇફ પર બની રહેલી બાયોપિક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલીક સફળતા હાંસલ કરી શકે છે. જયલલિતા તમિળનાડુના શક્તિશાળી મહિલા હતા. મુખ્યપ્રધાન તરીકે જયલલિતા વર્ષો સુધી રહ્યા હતા. તમિળનાડુના રાજકારણમાં તેમની અલગ ઓળખ રહી હતી. કંગના રાણાવત બોલિવુડમાં મજબુત રીતે ઉભી છે. તે પોતાની ફિલ્મ પોતે બનાવવા ઇચ્છુક છે.