કંગના રાણાવત હાલ પંગા સહિત ૪ ફિલ્મમાં ચમકશે
મુંબઇ, બોલિવુડમાં પોતાની સાહસી પ્રવૃતિઓ અને બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી કંગના રાણાવત હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે. પ્રાપ્ત હેવાલ મુજબ તે હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં પંગા ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્માં તે કબડ્ડી ખેલાડીની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ઉપરાંત તે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાનની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની પાસે કુલ ચાર ફિલ્મો હાથમાં રહેલી છે. તેની હાલમાં મણિકર્ણિકા ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ રાજકુમાર રાવ સાથે પણ દેખાઇ હતી. ગયા વર્ષે તે પોતાની પર્સનલ લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી હતી. તેના નિવેદનના કારણે પબ્લિક ડિબેટ પણ જોવા મળી હતી. કંગનાએ એક બોલિવુડ અભિનેતા સાથે પોતાના રિલેશનશીપને લઇને વાત કરીને હોબાળો મચાવ્યો હતો.
ત્યારબાદ બોલિવુડના અનેક કલાકારો તેના સમર્થનમાં અને કેટલાક વિરોધમાં આવી ગયા હતા. કંગનાએ બોલિવુડ સ્ટાર સાથે પોતાના રિલેશનશીપ હોવાનો દાવો કરીને કહ્યુ હતુ કે આ કલાકારે તેની સાથે લગ્ન કરવાનુ વચન આપી તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હાલમાં જ કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાની અગાઉની રિલેશનશીપમાં ફ્લોપ સાબિત થઇ છે. તેનુ કહેવુ છે કે તે સંબંધને લઇને ખુબ સાવધાન હતી પરંતુ તે અવાસ્તવિક આશાઓને પૂર્ણ કરી શકી ન હતી. કંગનાએ કહ્યુ હતુ કે સમયની સાથે બીજી વ્યક્તિએ પણ તેની સાથે ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદથી તમામ ખોટી બાબતો બનવા લાગી ગઇ હતી. પોતાની નિષ્ફળ રિલેશનશીપ અંગે વાત કરતા કંગના કહે છે કે તે હવે લગ્ન કરવા અને પરિવાર શરૂ કરવા માટે વિચારી રહી છે. જા કે કંગનાએ આવી કોઇ વાત કરી નથી કે તે ક્યારેય અને કોની સાથે લગ્ન કરવા જઇ રહી છે. ે કંગનાના લાખો ચાહકો તેની શાનદાર એક્ટિંગ જાવા માટે ઉત્સુક છે.