કંગના વિવાદ પછી શિમલામાં પ્રિયંકા ગાંધીનું ઘર તોડવાની માંગ
શિમલા, હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં પ્રિયંકા ગાંધીનું ઘર છે ઓગષ્ટમાં જ તેણે અહીં પોતાના પુત્રનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો જાે કે હાલ કંગના રનૌટનો વિવાદ વકરતા શિમલામાં પ્રિયંકા ગાંધીના મકાનને તોડવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે હિમાચલના મંડીની રહેનારી કંગના રનૌટની ઓફિસને મુંબઇમાં બીએમસી દ્વારા ગેરકાનુની બાંધકામના આરોપ સાથે તોડફોડ કરી હતી અને બિલ્ડીંગનો એક ભાગ તોડી નાખ્યો છે. પછી સોશિયલ મીડીયામાં લોકોનો ગુસ્સો ફુટયો છે લોકોૅએ પોતાની નારાજગી વ્યકત કરતા કહ્યું કે હિમાચલમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું જે ઘર છે તે પણ ગેરકાનુની છે અને આ માટે તેને તોડી દેવામાં આવે લગભગ ચાર એકર જમીન પર પ્રિયંકાનું આ ઘર વર્ષ ૨૦૦૮માં બનાવવાનું શરૂ થયું હતું હિમાચલ પુરદેશ કોંગ્રેસના નેતા કેહરસિંહ ખાચીના નામ પર આ જમીનની પાવર ઓફ એટર્ની છે.વર્ષ ૨૦૧૧માં બે માળ બનાવ્યા પછી ડિઝાઇન પસંદ ન આવતા પર તેને તોડી ફરી બનાવવામાં આવ્યું હતું.
પ્રિયંકાને આ મકાન બનાવવા માટે તે સમયની કોંગ્રેસ સરકારે લેન્ડ રિફોર્મ્સ એકટના સેકશન ૧૧૮ના નિયમોમાં પણ ઢીલ આપી હતી આ સેકશન હેઠળ હિમાચલની બહાર રહેનાર લોકો અહીં જમીન નથી ખરીદી શકતા વર્ષ ૨૦૦૭માં આ જમીનની માર્કેટ વેલ્યુ ૧ કરોડ રૂપિયા પર એકર હતી જયારે પ્રિયંકા ગાંધીએ મકાન બનાવવા ચાર એકર જમીન ૪૭ લાખથમાં જ આપવામાં આવી પ્રિયંકાનું આ શિમલામાં આવેલુ ઘર શિમલાથી ૧૩ કિમી દુર છે અને દરિયાઇ તળથી ૮ હજાર ફુટડ ઉચાઇ પર આવેલુ છે અને તેને પહાડી શૌલીમાં બનાવવામાં આવ્યું છે.HS