કંગના વેક્સિન આવ્યા બાદ કેદારનાથ જવા ઈચ્છે છે

મુંબઈ: કંગના રનૌત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટિ્વટર પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે. તે અહીં પોતાના વિચારો અને રોજિંદા જીવન સાથે જાેડાયેલી તમામ વસ્તુઓ ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે. કંગના ખૂબ જ ધાર્મિક છે અને હવે તેણે પોતાના નવા વર્ષના પ્લાન વિશે અત્યારથી જાણકારી ફેન્સને આપી દીધી છે.
પોતાની માતા સાથે જૂની તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું કેટલાક વર્ષ પહેલા મેં માતા સાથે કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા. મેં સાત જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે, હું ઈચ્છું છું કે ૨૦૨૧માં કેદારનાથ જઈને મારા આઠ જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય,
આગલા વર્ષે હું પુરી જગન્નાથ પણ જવા ઈચ્છું છે અને તમે? આ પહેલા કંગનાએ જણાવ્યું હતું કે, તે જલ્દી જ એક મંદિર બનાવવા ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે, માતા દુર્ગાએ તેને તેમનું મંદિર બનાવવા માટે પસંદ કરી છે. માતાજી ખૂબ દયાળુ છે, તેમની ઈચ્છા છે કે હું એક દિવસે મંદિર બનાવું જે માતાની મહિમા અને આપણી મહાન સભ્યતા સાથે મેળ ખાશે. જય માતા દી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ છે, જેનું શૂટિંગ એક્ટ્રેસ ખતમ કરી લીધું છે.
હવે તે પોતાની એક્શન ફિલ્મ ‘ધાકડ’ની તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત તે ફિલ્મ ‘તેજસ’માં મહિલા પાઈલોટના રોલમાં પણ જાેવા મળવાની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના દાદા બ્રહ્મચંદ રાનૌતનું ૯૦ વર્ષની વયે અવસાન થયું હતું. કંગના દાદાનું નિધન થયું ત્યારે ઘરે નહોતી.
અભિનેત્રીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતા લખ્યું હતું કે, ‘હું મારા પૂર્વજાેના ઘરે પહોંચી કારણ કે મારા દાદા બ્રહ્મચંદ રનૌત થોડા સમયથી બીમાર હતા. હું જ્યાં સુધીમાં ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ ગુજરી ગયા હતા. તે લગભગ ૯૦ વર્ષના હતા અને તેમની સેંસ ઓફ હ્યૂમર પણ ગજબની હતી. અમે બધા તેને ડેડી કહેતા. ઓમ શાંતિ.’