કંગના હિમાચલની પુત્રી તેનું અપમાન સહન કરીશું નહીં: મુખ્યમંત્રી
શિમલા, મહારાષ્ટ્ર સરકાર અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની વચ્ચે વિવાદ સતત વધતો જઇ રહ્યો છે કંગના રનૌત સતત સોશલ મીડિયાના માધ્યમથી ઉદ્વવ ઠાકરે અને શિવસેનાને નિશાન પર લઇ રહી છે. કંગનાના ગૃહ નગર હિમાચલ પ્રદેશની સરકાર પણ હવે તેના સમર્થનમાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે તે હિમાચલ પ્રદેશની પુત્રીનું અપમાન સહન કરી શકશે નહીં.
જયરામ ઠાકુરે ટ્વીટ કર્યું અમે હિમાચલની પુત્રીનું અપમાન સહન કરી શકીએ નહીં મહારાષ્ટ્ર સરકારે હિમાચલની પત્રી કંગના રનૌતની સાથે જે રાજનીતિક પ્રતિશોધની ભાવનાથી અત્યાચાર કર્યો છે તે અત્યંત ચિંતાજનક અને નિંદનીય છે અમારી સરકાર અને દેશની જનતા આ ઘટનાક્રમમાં હિમાચલની પુત્રી કંગનાની સાથે ઉભી છે.
એ યાદ રહે કે બીએમસીએ કંગનાની કચેરીને ગેરકાયદેસ બતાવી બુલડોઝર ફેરવ્યું હતું જેના પર અભિનેત્રી ખુબ નારાજ છે. આજે તેની બેન રંગોલીએ ઓફિસ જઇ સ્થિતિની સમીક્ષા કરી જયારે કેટલાકનું કહેવુ છે કે ફરીથી કચેરીનું સારસમાર કામ શરૂ કરવામાં આવ્યું છે. કંગનાએ ઉદ્વવ ઠાકરે સરકારની વિરૂધ્ધ એક પછી એક ટ્વીટ કર્યા અને ઉદ્વવ ઠાકરેને વંશવાદનું નમુના અને શિવસેનાને સોનિયા સેના પણ કહી દીધી હતી કહેવાય છે કે મહારાષ્ટ્રના રાજયપાલ પણ નારાજ છે.HS