કંગાળ PCB ને પેપ્સીનો સહારો, એક વર્ષ સુધી વધાર્યો કોન્ટ્રાક્ટ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ગુરૂવારે જાહેરાત કરી છે કે પેપ્સી તેની પુરૂષ ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બની રહેશે. ટીમે પેપ્સી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે આગળ વધાર્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ પેપ્સી જૂન ૨૦૨૧ સુધી પાકિસ્તાન ટીમની મુખ્ય સ્પોન્સર બની રહેશે.
આ દરમિયાન ઈગ્લેંડને પાકિસ્તાન પ્રવાસ પર ૫ ઓગસ્ટથી ૩ મેચોની ટેસ્ટ અને એટલી જ ટી-૨૦ સીરીઝ રમવાની છે. આ ઉપરાંત તે જિમ્બાવ્બે અને દક્ષિણ આફ્રિકા ઘરેલુ સીરીઝની મેજબાની કરશે જિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે.
સીબીએ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગામી ઈગ્લેંડ પ્રવાસ પર પાકિસ્તાનની પહેલી મોબાઈલ ફાઈનાન્શિયલ સર્વિસ ઈજી પૈસા ટીમની સહ સ્પોન્સર હશે. પીસીબી કોમર્શિયલ ડાયરેક્ટર બાબર હામિદે કહ્યું કે એક પડકારપૂર્ણ આર્થિક પૃષ્ઠભૂમિમાં કામ કરવા છતાં, મને ખુશી છે કે અમે પેપ્સી સાથે એક સ્વીકાર્ય કોન્ટ્રાક્ટ પર પહોંચ્યા છીએ, જાે કે ઓછામાં ઓછા આગામી ૧૨ મહિના માટે એક પ્રમુખ ભાગીદારના રૂપમાં જાહેર રહેશે. તેમણે કહ્યું ‘પેપ્સી ૧૯૯૦ના દાયકાથી અમારી મૂલ્યવાન ભાગીદારી રહી છે, અમે આગામી ૧૨ મહિનામાં તેને ચાલુ રાખવા માટે તત્પર છીએ.