Western Times News

Gujarati News

કંપનીએ પગાર ના ચૂકવ્યો તો યુવક એટીએમ તોડી પાડવા બેઠો

પ્રતિકાત્મક

વલસાડ: વલસાડના એક યુવકનો કંપનીએ પગાર ના કરતા યુવક એટીએમ તોડવા બેસ્યો,એટીએમ તૂટે તે પહેલા જ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસ ના જી આર ડી ના જવાન ની સજાગતા ના કારણે બેંક ઓફ બરોડા ના રૂપિયા ચાર થી પાંચ લાખ બચી ગયા છે.

વલસાડ તાલુકાના દુલસાડમાં રહેતા એક શખ્સે એટીએમ તોડવાનો પ્રયાસ કરતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.દુલસાડમાં રહેતા વિજય ઉર્ફે વિપુલ નારણભાઈ પટેલ નામનો યુવક તેની કંપની દ્વારા તેના ખાતામાં જમા કરાવેલો પગાર ઉપાડવા માટે બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગયો હતો.

પરંતુ, કંપનીએ તેના ખાતામાં પગાર જમા કરાવ્યો ના હતો. આથી વિજય નારાજ થયો હતો. બાદમાં વિજય પોતાના ઘરે ગયો હતો અને હથોડી-છીણી લાવી પરત એટીએમ સેન્ટર પર આવ્યો હતો અને એટીએમ તોડવાની શરૂઆત કરી હતી.

આ સમયે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા રૂરલ પોલીસના ય્ઇડ્ઢ જવાન છ્‌સ્ સેન્ટર ચેક કરવા આવતા જ વિજય એટીએમ તોડતા રંગેહાથ ઝડપાયો હતો. વલસા઼ડ રૂરલ પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.