કંપનીએ યુવકને નોકરીમાંથી છુટ્ટો કરતાં તેની પ્રેમીકાએ કંપનીમાં આગ લગાડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
ભુજ: કચ્છની આર્થિક નગરી ગાંધીધામ બી ડિવિઝન મથકે એક પ્રેમિકા વિરુદ્ધ પ્રેમીને છૂટો કરાયાનું મનદુઃખ રાખી કંપનીમાં આગ લગાડવાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવતી ફરાર થઈ ગઈ હતી. જાેકે, પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, કંડલા ઇકોનીમી ઝોન કાસેજ ખાતે આવેલી કેનમ ગારમેન્ટ કંપનીમાં ગત રાત્રે માયા નટવરલાલ પરમાર નામની આજ કંપનીમાં કામ કરતી મહિલા વર્કર દ્વારા સાથે કામ કરતા બોયફ્રેન્ડ વિનોદને કોઈ કારણોસર કંપની દ્વારા છૂટો કરી દેવામાં આવ્યો હતો. બોયફ્રેન્ડને છૂટો કરાયાનું મનદુઃખ રાખી માયા દ્વારા કંપનીના કમ્પાઉન્ડમાં રાખેલી કપડાં ભરેલી ગાડીમાં ધુમ્રપાન માટે વપરાતા લાઈટર દ્વારા આંગ ચાંપી દેવામાં આવી હતી અને ગેસ ભરેલું લાઈટર તેમાં ફેંકી દઈ ફરાર થઈ ગઈ હતી.
આગ લાગતાં કંપનીના માલ સમાનમાં નુકશાન પહોંચડ્યું હતું. આગની જાણ અન્ય વર્કરોને થતા આગને ફાયર સેફ્ટીના સાધન વડે તુરંત કાબુમાં લઈ લીધી હતી. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવતીને પકડવા તપાસ હાથ ધરી છે.