કંપનીઓએ બે વર્ષ સુધી આઇએસડી,સેટેલાઇટ ફોન, કોન્ફરન્સ કોલનો રેકોર્ડ રાખવો પડશે
મુંબઇ, ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછા બે વર્ષ સુધી, આંતરરાષ્ટ્રીય કોલ, સેટેલાઇટ ફોન કોલ્સ, કોન્ફરન્સ કોલ અને સામાન્ય નેટવર્ક અથવા ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવેલા સંદેશાઓનો રેકોર્ડ રાખવાનો રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે દેશની તમામ યુનિફાઇડ લાયસન્સ હોલ્ડિંગ ટેલિકોમ કંપનીઓ માટે સૂચનાઓ જારી કરી છે.
ગ્રે્રએ ડિસેમ્બરમાં જ સૂચના જારી કરી હતી કે સામાન્ય કોલ અને મેસેજનો રેકોર્ડ બે વર્ષ સુધી સુરિક્ષત રાખો. અગાઉ આ તમામ રેકોર્ડ સુરિક્ષત રાખવા માટે એક વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. યુએલ ધારક કંપનીઓમાં ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઇડીયા અને બીએસએનએલનો સમાવેશ થાય છે. સેટેલાઇટ ફોન સેવા સિવાય અન્ય તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ળજ હેઠળ પૂરી પાડવામાં આવે છે.
ગ્રેએ ૨૭ જાન્યુઆરીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે લાયસન્સ ધારકોએ સુરક્ષાના કારણોસર તમામ કોમર્શિયલ કોલ રેકોડર્સ, કોલ ડેટા રેકોર્ડ, એકસચેન્જ માહિતી, ઇન્ટરનેટ પ્રોટોકોલ રેકોર્ડ ઓછામાં ઓછા બે વર્ષ માટે સાચવવા જાેઇએ. આ પછી, જાે અધિકારીઓ દ્વારા તેમને સુરિક્ષત રાખવા માટે સૂચનાઓ જારી કરવામાં નહી આવે. તો આ રેકોર્ડનો નાશ થઇ શકે છે. એકસ્ટેશન ટાટા કોમ્યુનિકેશન, સિસ્કો વેબએકસ, એટી એન્ડ ટી ગ્લોબલ નેટવર્ક વગેરેને પણ લાગુ પડશે.HS