Western Times News

Gujarati News

કંપનીઓના કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો

N.Sitharaman (FM)

નાણાંમંત્રી નિર્મલા સીતારમનની મહત્વપૂર્ણ જાહેરાત : કેપિટલ ગેઈનનો સરચાર્જ સંપૂર્ણ રદ્દ

નવી દિલ્હી : દેશભરમાં પ્રવર્તમાન મંદી અને મોંઘવારીના કપરા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે આજે ગોવામાં જીએસટી કાઉન્સિલની  બેઠક મળવાની છે ત્યારે તમામની નજર તેના પર મંડાયેલી છે આ બેઠક પૂર્વે આજે સવારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને ભારતીય કંપનીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે અને કંપનીઓના કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવા સહિત અનેક નિર્ણયો જાહેર કરતા શેરબજારમાં ૯૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે

કેપીટલ ગેમ પરનો સરચાર્જ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યો છે અને કંપનીઓએ હવે એક જ ટેક્ષ ભરવાનો રહેશે નાણાંમંત્રીએ આજે ભારતીય કંપનીઓ માટે રાહતપૂર્ણ મોટી જાહેરાતો કરતા અનેક ઉદ્યોગપતિઓએ તેને આવકાર આપ્યો છે.

ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું છે જાણીતી કંપનીઓએ ક્રોસ કટીંગ કરવા સાથે કર્મચારીઓને છુટા પણ કરતા બેરોજગારીનું પ્રમાણ પણ વધવા લાગ્યુ હતું આ ઉપરાંત રૂપિયાના અવમૂલ્યનના કારણે કંપનીઓને ભારે નુકસાન જઈ રહયું હતું દેશભરમાં આર્થિક મંદીનો મુદ્દો ખૂબ જ ચિંતાનો વિષય બન્યો હતો

સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દે ટીકાઓ થઈ રહી હતી જાકે કેન્દ્ર સરકાર આર્થિક મંદીના મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી સજાગ બનેલી છે અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નાણાંમંત્રાલય સમક્ષ વિવિધ રજુઆતો કરવામાં આવતી હતી આ તમામ રજુઆતોને જીએસટી કાઉન્સિલરની બેઠકમાં ધ્યાન પર લેવામાં આવશે

તેવી ખાતરી આપવામાં આવી હતી બીજીબાજુ જીએસટી કાઉન્સિલરની આજે સાંજે ગોવામાં બેઠક મળી રહી છે અને આ બેઠકમાં ઓટો સહિતના સેકટરો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે અનેક વસ્તુઓ પરનો જીએસટી ઘટાડવામાં આવનાર છે જેના પગલે ઔદ્યોગિક એકમો તથા સામાન્ય નાગરિકોની નજર જીએસટી કાઉન્સિલરની બેઠક પર મંડાયેલી છે.

ભારતીય અર્થતંત્રના પારાસીસી સમાન શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી પ્રવર્તમાન આર્થિક મંદીના કપરા સમયમાં મંદીનુ મોજુ ફરી વળ્યુ છે જેના પગલે સેન્સેકસ રોજ નવી નીચી સપાટીએ પહોંચી રહયો છે શેરબજારમાં ઘટાડાના પગલે નાનો રોકાણકાર બજારથી અલિપ્ત થઈ રહયો છે અને એફઆઈઆઈ પણ પોતાનો હિસ્સો ઘટાડી રહી છે

આજે સવારે પણ શેરબજાર ખુલ્યુ ત્યારે સર્વત્ર મંદીનો માહોલ જાવા મળતો હતો બીજીબાજુ કેન્દ્ર સરકાર મંદીના આ માહોલમાં વધુ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સજ્જ બની હતી. ગઈકાલ રાતથી જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નાણાં વિભાગના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમન પણ ઉપસ્થિત  હતા. પ્રવર્તમાન મંદીના સમયમાં કંપનીઓને પ્રોત્સાહન મળે તે માટેના યોગ્ય નિર્ણયો લેવા માટેની ચર્ચા વિચારણા થઈ હતી અને આખરે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ આજે સવારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદ યોજી તેની જાહેરાત કરી હતી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે કંપનીઓના લાભાર્થે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે

હવે કંપનીઓએ માત્ર એક જ ટેક્ષ ભરવાનો રહેશે અને આ નવો કોર્પોરેટ ટેક્ષ રપ.૧૭ ટકા રહેશે કંપનીઓએ આના સિવાય બીજા કોઈ ટેક્ષ ભરવાનો રહેશે નહી. આ ઉપરાંત કેપીટલ ગેઈન પરનો સરચાર્જ પણ સંપૂર્ણપણે રદ કરી દેવાની જાહેરાત નાણાંમંત્રીએ કરી હતી આ ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવતા દેશભરના ઔદ્યોગિક ક્ષેત્રોના માંધાતાઓએ નાણાંમંત્રીની આ જાહેરાતને આવકાર આપ્યો છે.

કંપનીઓ માટે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની સીધી અસર શેરબજાર પર પડી હતી અને શેરબજારને જાણે ઓકસિજન મળ્યુ હોય તે રીતે નાણાંમંત્રીની જાહેરાતથી તેજીનો માહોલ જાવા મળ્યો હતો. તમામ સ્ક્રીપ્ટોમાં સાર્વત્રિક લેવાલી શરૂ થતાં જ એક તબક્કે સેન્સેકસમાં ૯૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો જાવા મળ્યો હતો. નાણાંમંત્રીએ કરેલી આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ હજુ જીએસટી કાઉÂન્સલની બેઠકમાં વધુ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.