કંપનીના ડિરેક્ટરની ફ્લેટના ૭મા માળેથી મોતની છલાંગ
અમદાવાદ, લોકડાઉન કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન અંકિત ટાંકે વહેલી સવારે ફ્લેટના સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં મૃતક અંકિતને કંપનીમાં ભારે નુકસાન હોવાનાં કારણે ડિપ્રેશનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે ડિપ્રેશન કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્યારે આત્મહત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે મામલે પરિવાજનોનાં નિવદેન લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં મૃતક અંકિત ટાંક પ્રહલાદનગર પાસે ગ્રીન ગેઇન એનર્જી સોલ્યુશન નામની કંપનીમાં ડિરેકટર હતો. કંપની સોલર પ્લાન્ટની હતી.
પણ લોકડાઉન કારણે કંપનીમાં અંકિતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાથી આંશકા સેવાઈ રહી છે. જેના કારણે જ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. એટલું જ નહીં અંકિત ઘરે અસંખ્ય દવાઓ પણ મળી આવી છે. જે કઈ દવા લેતો હતો જે મામલે પોલિસ તપાસ શરૂ કરી છે પણ બીજી બાજુ અપરીણિત હોવાથી ઘરે એકલો જ રહેતો હતો.SSS