કંપનીની સાથે વિવાદ થતાં ખેડૂત કોર્ટે નહીં જઈ શકે

નવી દિલ્હી: ખેડૂતોના તમામ વિરોધ છતાંય મોદી સરકારએ કૃષિ સંબંધી બે બિલ ગુરુવારે લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. તેમનું કહેવું છે કે બિલ એ અન્નદાતાઓની મુશ્કેલીઓ વધારશે જેઓએ અર્થવ્યવસ્થાને સંભાળી રાખી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોઈ પણ વિવાદ થતાં તેનો ર્નિણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી વધુ પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટરને ત્યાં થશે.
રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધ ખેતીના મામલામાં કંપની અને ખેડૂતની વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં કોઈ સિવિલ કોર્ટ નહીં જઈ જશે. આ મામલામાં તમામ અધિકાર એસડીએમના હાથમાં આપી દેવામાં આવ્યા છે. સમાધાન બોર્ડ એટલે કે એસડીએમ દ્વારા પાસ આદેશ એવો હશે જેવો સિવિલ કોર્ટનો હોય છે.
એસડીએમની વિરુદ્ધ કોઈ પણ પક્ષ અપીલ ઓથોરિટીને અપીલ કરી શકશે. અપીલ અધિકારી કલેક્ટર કે કલેક્ટર દ્વારા નિયત એડિશનલ કલેક્ટર હશે. અપીલ આદેશના ૩૦ દિવસની અંદર કરી શકાશે. એસડીએમ, ડીએક નહીં, કોર્ટ પર છે વિશ્વાસઆનંદનું કહેવું છે કે એસડીએમ ખૂબ નાના અધિકારી હોય છે. તેઓ ન તો સરકારની વિરુદ્ધ જશે અને ન કંપનીની વિરુદ્ધ. તેથી વિવાદનો ઉકેલ કોર્ટમાં થવો જોઈએ. એસડીએમ અને ડીએમ સરકારની કઠપૂતલી હોય છે. તેઓ સરકાર કે કંપનીનું નહીં માને તો પૈસાવાળી શક્તિઓ મળી બદલી કરાવી દેશે. એવામાં નુકસાન ખેડૂતોનું થશે. વિવાદ સાથે જોડાયેલા ચુકાદા કોર્ટમાં થવા જોઈએ. આનંદનું કહેવું છે કે આ જોગવાઈ ખેડૂતોને બરબાદ કરી શકે છે. આ જોગવાઈને ખતમ કર્યા વગર આ યોજના કદાચ જ સફળ થશે.