કંપની ૩૦ જૂન સુધી ગ્રાહકોને આપી રહી છે ખાસ સુવિધા
નવી દિલ્હી, દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસી (લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન)એ કોરોના સંકટમાં ગ્રાહકોને રાહત આપી છે. જેમાં મેચ્યોરિટી ક્લેમના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ ગ્રાહકે મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે એલઆઈસી શાખામાં જવાની જરૂર નથી.
ગ્રાહકો તેમની પોલિસી, કેવાયસી દસ્તાવેજાે, ડિસ્ચાર્જ ફોર્મ અને અન્ય દસ્તાવેજા ઈ-મેલ દ્વારા સ્કેન કરીને સંબંધિત શાખાને મોકલીને ક્લેમ મેળવી શકે છે. આ સંદર્ભે એલઆઈસીએ તેની વેબસાઇટ પર એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગ્રાહકોને ૩૦ જૂન સુધી આ સુવિધા મળશે.
• એલઆઈસી અનુસાર, પોલિસી એક્ટિવ હોવી જાઈએ. પોલિસી જે શાખામાંથી જારી કરાઈ છે, ત્યાં જ આપવામાં આવે અને પોલિસી પર કોઈ એરિયર બાકી હોવું જોઈએ નહીં.
• કોઈ ડુપ્લિકેટ પોલિસી જારી કરવામાં આવી નથી. સર્વાઇવલ બેનિફિટ ક્લેમના કિસ્સામાં કુલ સર્વાઇવલ બેનિફિટની રકમ ૫ લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. મેચ્યોરિટી ક્લેમના કિસ્સામાં પોલિસીની રકમની રકમ ૫ લાખ સુધી હોવી જોઈએ.
• સ્કેન કરાયેલા બધાં જ ડોક્યૂમેન્ટ્સ ફોર્મેટમાં હોવા જોઈએ. તેની સાઈઝ ૫ એમબીથી વધારે હોવી જાઈએ નહીં.
• જા એટેચમેન્ટની સાઈઝ ૫ એમબી કરતા વધારે છે, તો એક કરતા વધારે ઈ-મેલ મોકલવા પડશે. આ મેલ આઈડી પર ક્લેમ સંબંધી મેલ જ કરવા.
• પોલિસીધારકને મેચ્યોરિટી બેનિફિટનો ક્લેમ કરવાનો હક ત્યારે જ છે જ્યારે તેની પોલિસી ચાલુ છે અને તેણે બધાં પ્રીમિયમ રેગ્યુલર ભરેલ હોય.