કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન માટે માનવ મહેરામણ ઉભરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહિસાગર નદી દરિયાને મળે છે.ત્યાં ભેદ કાર્ડનું પ્રાચીન શિવલિંગ આવેલું છે અને કળિયુગમાં આ તીર્થસ્થાન નું ઘણું મહત્ત્વ છે.
આજે શિવરાત્રિ પર શિવ ભક્તોનું માનવ મહેરામણ સ્તંભેશ્વર દાદાના દર્શને ઉમટી પડયું હતું.કંબોઈ ખાતે પ્રસ્થાપિત શિવલિંગ ઓટના સમયને બાદ કરતાં મોટાભાગે પાણીમાં અદ્રશ્ય રહે કે ઓટના સમયે શિવલિંગ દર્શનનો અદ્ભૂત લાહવો છે.
સ્કંધપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ મૂની કશ્યપના પૌત્ર તારકાસુરે સાત દિવસના બાળક સિવાય કોઈના હાથે મહત્ત્વ ન થાય તેવું વરદાન બ્રહ્માજી પાસે મેળવ્યું હતું.જેને લઈ દેવોમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઈ હતી આ વરદાનના મધમાં તાડકાસુર રાક્ષસ ત્રણેય લોકમાં આતંક ફેલાવા લાગ્યો હતો.
આ તાડકાસુરના ત્રાસથી મુક્તિ અપાવવા શિવપુત્ર કાર્તિકેય જન્મના સાતમા દિવસે દેવોના સેનાપતિ તરીકે યુદ્ધ આદરી તાડકાસુરનો વધ કર્યો.વિજયના સાક્ષી સ્વરૂપે સ્વામી કાર્તિકેય વિજય સ્તંભ તરીકે ત્રણ શિવલિંગની સ્થાપના કરી હતી જે પૈકીની એક શિવલીંગ સ્તંભેશ્વર તરીકે કંબોઇ પ્રચલિત છે અને આ તીર્થ ક્ષેત્રના અધિષ્ઠાતા પૂજ્યપાદ વિદ્યાનંદજી મહારાજે સ્કંદ પુરાણનો ઉલ્લેખ કરીને તિર્થનુ મહત્ત્વ શ્રદ્ધાળુઓને જણાવ્યુ.આ કીટમાં નામ માત્રથી ગ્રહોની દશા શાંત થાય છે તથા ખાસ કરીને શનિવાર સોમવારે કરેલા તપ જપ દાન અને સ્નાન અતિ પુણ્યશાળી હોય છે.
આજે શિવરાત્રિનો પવિત્ર દિવસ હોય શિવભક્તો બમબમ ભોલેના નાદથી દર્શન પૂજન માટે ઉમટી પડ્યા છે.શિવરાત્રિ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહારૂદ્રયજ્ઞ મહાદેવજીને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરાયો હતો.કોરોના કાળના બે વર્ષ બાદ શિવરાત્રિ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી અને મેળા જેવો માહોલ સર્જાયો શિવભક્તો સ્તંભેશ્વર દાદાના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારથી જ દાદાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું.