કઈ ઉંમરના બાળકોને કેટલા કલાક ઉંઘ મળવી જાેઈએ તે જાણો છો
એક તબક્કે વયસ્ક લોકોના હાથમાં જાેવા મળતાં મોબાઈલ, ટેબ્લેક ઈત્યાદિ બાળકોના રમકડાં જેવા બની ગયા છે. હવે સાવ નાના બચ્ચાં પણ રમકડાં કરતાં મોબાઈલથી વધુ રમે છે. એટલે સુધી કે રાત્રે સૂતી વખતે પણ તેઓ મોબાઈલ છોડતા નથી. વળી જ્યારથી ઓનલાઈન શાળાઓ શરૂ થઈ છે ત્યારથી તો તેમના માટુ પણ મોબાઈલનો ઉપયોગ ફરજિયાત બની ગયો છે. આમ છતાં ચિંતાની વાત એ છે કે આવા ઉપકરણોએ તેમની નિંદ્રામાં ભારે ખલેલ નાખી છે. ઘણાં બાળકો રાત્રે મોડે સુધી ટી.વી. જાેતાં બેસી રહે છે.
ઘરના વડીલો જ્યારે મોડે સુધી ટી.વી જાેતાં હોય ત્યારે તેઓ બાળકોને તેમ કરતાં અટકાવી નથી શકતાં, પરંતુ નિષ્ણાતો કહે છે કે બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે પૂરતી નીંદર પ્રથમ શરત ગણાય. તેથી પ્રત્યેક માતાપિતાએ તેમના બાળકો પૂરતી ઉંઘ લે તેની ખાસ કાળજી રાખવી જાેઈએ. કઈ ઉંમરના બાળકોને કેટલા કલાક ઉંઘ મળવી જાેઈએ તેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે.
ચાર મહિનાથી લઈને એક વર્ષના બાળકને ૧ર થી ૧૬ કલાકની ઉઘ મળવી જાેઈએ, જ્યારે એકથી બે વર્ષના બાળક માટે ૧૧ થી ૧૪ કલાકની નિંદ્રા જરૂરી બની રહી છે. તેઓ વધુમાં કહે ે કે ત્રણથી પાંચ વર્ષના ભૂલકાં માટે ૧૦ થી ૧૩ કલાક, છ થી બારવર્ષના બાળકોમાટે નવથી ૧ર કલાક અને ૧૩ થી ૧૮ વર્ષના છોકરા-છોકરીઓ માટે આઠથી ૧૦ કલાકની ઉંઘ આવશ્યક હોય છે.
નિષ્ણાંતો ઉમર મુજબ ચોક્કસ કલાકની નિંદ્રાની ફાયદા ગણાવતા કહે છેકે જ્યારે બાળક સારી રીતે ઉંઘે છે ત્યારે તેનોગ્રોથ હોર્મોન્સ વ્યવસ્થિત રીતે સક્રિય થાય છે. સાથે સાથે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે જેથી તેઓ શરદી-ખાંસી કે ઈન્ફેક્શન જેવી રોજિંદી વ્યાધિમાં ઝટ સપડાતા નથી. વળી ગાઢ નિંદ્રા લેવાથીતેમનો થાક પણ ઉતરી જાય છે. બળાકો આમેય બહુ ચંચળ હોયછે. તેઓ એક જગ્યાએ પગ વાળીનુે બેસતા નથી તેથી તેમને થાક લાગે છે. પૂરતી ઉંઘ લીધા પછી તેઓ તાજગી અનુભવે છે.
નિષ્ણાંતો ચેતવણી ઉચ્ચારતા કહે છે કે અપૂરતી ઉંઘને કારણે ડિપ્રેશન બાઈપોલર ડિસઓર્ડર, એન્ક્ઝાયટી જેવી માનસિક વ્યાધિઓ લાગુ પડવાની ભીતિ રહે છે અને અપૂરતી નિંદરને કારણે જે બાળકોમાં જ આવી વ્યાધિઓ દેખાવા લાગે છે તે ખરેખર ચિંતાનો વિષય ગણાય છે.
નિષ્ણાંત તબીબો કહે છે કે જે બળકો પૂરતી ઉંઘ લે તોસવારના તેમનો મૂડ સારો રહે છે. પેઓ શાળામાં જવા પણ ધાંધિયા નથી કરતાં. વળી ગાઢ નીંદ્રા દરમિયાન બાળકના શરીમાં ગ્લાઈકોન પેદા થાય છે જે તેને ઉર્જા પૂરી પાડે છે. સ્વાભાવિક રીતે જ બાળક સવારના ઉઠીને સ્ફૂર્તિ અનુભવે છે, પરંતુ અપૂરતી નિંદરને કારણે તે સુસ્ત બનીને પડ્યું રહે છે.
જાે નિયમિત રીતે આવું બને તો નિષ્ક્રીય રહેતા બાળકનું વજન વધી જાય છે. ઘણાં માતાપિતા એવી ફરિયાદ કરતાં સાંભળવા મળે છે કે તેમનું ભૂલકું ઝટ સૂતું જ નથી અને. સૂએ તોય રાત્રે વારંવાર ઉઠી જાય છે. સમસ્યા દૂર કરવા નિષ્ણાતો કહે છે કે બાળક સારી રીતે ઉઘ એવું વાતાવરણ તૈયાર કરો. જેમ કે રાત્રે તમે પોતે પણ ટી.વી. જાેવાનું બંધ કરી દો.
સુવાના ઓરડામાં કોઈ પ્રકારનો અવાજ ન થાય તેનુંધ્યાન રાખો અને તેની રોશની મધ્યમ રાખો. બાળક કેટલાક કલાક ઉંઘે છે તેની નાંધ રાખો અને બાકીની પ્રવૃત્તિઓમાં પણ તે કેટલો ચુસ્ત કે સ્ફૂર્તિલો છે તેની નોંધ લો. ઘણી વખત શાળામાં થાકી જતું બાળક વધારે ઉંઘુે છે. જાે બાળક રાત્રે વારંવાર જાગી જતું હોય, નસ્કોરાં બોલાવતું હોય તો તબીબનો સંપર્ક સાધો.