કચરાના ઢગ વચ્ચે ગણપતિ વિસર્જન કુંડ
અમદાવાદ, શહેરમાં સોમવારથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશને દર વર્ષની જેમ ગણપતિ વિસર્જન માટે સાબરમતી નદી તથા અન્ય નાનાં તળાવોની આસપાસ કુંડ બનાવવા જાહેરાત કરી છે. તથા તે માટે કોઈ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના કામ પણ આપવામાં આવ્યાં છે. જે સ્થળે કુંડ બની રહ્યાં છે. તે સ્થળની આસપાસની પરિÂસ્થતિનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. શહેરનાં ડફનાળા વિસ્તારમાં દશા મા મંદિર પાસે ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેનાંથી માત્ર દસ ડગલાં દૂર જ ક્ચરાના ઢગ જાવા મળી રહ્યાં છે. સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં ક્ચરાનો નિકાલ થતો નથી. ક્ચરાના ઢગ વચ્ચે જ ગણપતિ વિસર્જન થાય તો નાગરિકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. તેથી જે સ્થળે કુંડ તૈયાર થઈ રહ્યો છે. તેની આસપાસના ક્ચરા અને ગંદકી તાકીદે દૂર કરવા માટે મ્યુનિ.હોદ્દેદારો સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.