કચરાપેટીમાં ખાળકુવાનું મળમૂત્ર ઠાલવતો વીડિયો વાયરલ થયા બાદ મળમૂત્ર ઠાલવનારને રૂ.૧૫૦૦ નો દંડ ફટકાર્યો

ભરૂચ: કચરા પેટી માં ઠાલવેલ ખાળકૂવા ના મળમૂત્ર ના કારણે આસપાસ અત્યંત દુર્ગંધ અને મચ્છરો ના કારણે વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે.ત્યારે વોર્ડ ના મુકમદમ આ બાબતે મૌન કેમ સેવી રહ્યા છે.સમગ્ર ઘટના સોસ્યલ મીડિયા ઉપર વાયરલ થતા પાલિકા એ કચરા પેટી માં મળમૂત્ર ઠાલવનાર ને રૂપિયા ૧૫૦૦ નો દંડ ફટકારી કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ નગર પાલિકા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો નું આંધણ કરી રહી છે.પરંતુ લોકો માં સ્વચ્છતા આવતી નથી.ત્યારે ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ પૃથ્વી માર્કેટ વિસ્તાર માં જાહેર માર્ગ પર મુકવામાં આવેલી કચરા પેટી માં દુકાનદારો પોતાનો સૂકો કચરો ઠાલવી રહ્યા છે.પરંતુ મોડી રાત્રી એ અંધારપટ નો લાભ લઈ કેટલાક લોકો ખાળકૂવા નું મળમૂત્ર પણ ઠાલવી રહ્યા હોવાનો વિડિઓ સામે આવતા વોર્ડ ના મુકમદમની ફરજ માં બેદરકારી સામે આવી રહી છે.
કારણકે ભરાયેલી કચરા પેટીઓ માં માત્ર કચરો છે કે પછી તેમાં મળમૂત્ર ઠાલવવા માં આવે છે તેની ચકાસણી ની જવાબદારી પાલિકા ના જેતે વોર્ડ ના મુકમદમ ની હોય છે.પરંતુ ભરૂચ નગર પાલિકા ના વિવિધ વોર્ડ ના મુકામદમો પોતાની ફરજ દરમ્યાન મોટર સાયકલ ઉપર પગ પર પગ ચઢાવી મોબાઈલ માં ચેટિંગ સેટિંગ કરતા જ નજરે ચઢતા હોય અને કામદારો પણ સાફ સફાઈ માં વેઠ ઉતારતા હોય છે.ત્યારે ભરૂચ નગર પાલિકા હમેંશા વાદવિવાદ માં રહેતી હોય ત્યારે તાજેતર માં જ પૃથ્વી માર્કેટ વિસ્તાર ની કચરા પેટી માં પ્લાસ્ટીક ની ડોલ મારફતે અંધારા માં ખાળકૂવા નું મળમૂત્ર ઠાલવતો હોવાનું સામે આવતા હવે પાલિકા શું કાર્યવાહી કરે છે
તે જોવું રહ્યું.જો કે સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર વિડિઓ વાયરલ થતા જ ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ને જાણ કરવામાં આવતા તેઓ એ તાબડતોડ નગર પાલિકા ના અધિકારીઓને મોકલી કચરા પેટી માં મળમૂત્ર ઠાલવનાર ને રૂપિયા ૧૫૦૦ નો દંડ ફટકારી કાર્યવાહી હાથધરી હતી.કચરા પેટી હટાવી લઈ ડીડીટી પાવડર છાંટી સફાઈ કરાવી હતી.
ત્યારે ભરૂચ નગર પાલિકા ના તમામ વોર્ડ માં મુકવામાં આવતી કચરા પેટીઓમાં માત્ર સૂકો કચરો જ નંખાય છે
કે પછી મળમૂત્ર પણ ઠાલવવા માં આવે છે તેની તકેદારી રાખવાની જવાબદારી જેતે વિસ્તાર ના મુકમદારો ની છે.ત્યારે આવનાર દિવસો માં મુકમદરો પણ પોતાની જવાબદારી સમજી પોતાની ફરજ બજાવે તે જરૂરી છે.