કચરો લેવા માટે ફરતી ગાડીના ડ્રાઈવરે એક બાળકનો ભોગ લીધો
વડોદરા, વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. તાંદળજા વિસ્તારની સમીમ પાર્ક સોસાયટીમાં ગાડી રીવર્સ લેતી વખતે બાળક ગાડીના પૈંડામા આવી જતા બાળકનું મોત થયું છે.
વડોદરા કોર્પોરેશને ચાર ઝોનમાં અલગ અલગ કોન્ટ્રકટરને ડોર ટુ ડોર કચરો કલેક્શનનું કામ આપ્યુ છે. જાેકે કચરો કલેકટ કરતી ગાડીઓના ડ્રાયવરો સોસાયટી વિસ્તારમાં બેફામ ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જાેખમમાં મુકી રહ્યાં છે. વડોદરાની સમીમ પાર્ક સોસાયટીમાં કચરો લેવા ગયેલા અનિલ ગરવાલે ગાડી રીવર્સ લેતી વખતે ગફલત કરી અને ઔન પઠાણ નામનો બાળક ગાડી નીચે આવી ગયો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે ખછેડાયો હતો, જાેકે બાળકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.
અકસ્માતની ધટના બનતા જ લોકોમાં દોળધામ મચી હતી અને સ્થાનિકોએ ગાડીના ડ્રાઇવર અનિલ ગરવાલ પકડી પાડી પોલિસને સોપ્યો હતો. પોલિસે ઘટના સ્થળેથી ડ્રાઇવરની ધરપકડ કરી ટેમ્પો જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ડ્રાઇવર પાસે લાયસન્સ હતું કે કેમ તે તપાસ હાથ ધરી છે.
ડોલ ટુ ડોર કચરાની ગાડીના ચાલકો ગાડી બહાર પ્લાસ્ટીકના થેલા લટકાડે છે જેના કારણે આગળ પાછળ દેખાતુ જ નથી અને અકસ્માત સર્જાય છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલિસે કડક હાથે કામ લેવાની જરુર છે. તો જ આવા અકસ્માતો નિવારી શકાશે.HS