કચરો વીણતા બાળકો પોલીસના માનવીય અભિગમના કારણે પોતાનું શિક્ષણ ફરી શરૂ કરી શક્યા
સમાના ચાર ‘રજ દીપકો’નું પોલીસના માનવીય અભિગમથી ફરી શરૂ થયું શિક્ષણ
અનાથ બાળકોને રમતા જોઇ પૂછપરછ કરતા અનાથ જણાતા જરૂરી દસ્તાવેજો કઢાવી પુનઃ સ્થાપન કરાવ્યું
વડોદરા, અહીં સમા વિસ્તારમાં ગસ્ત મારવા નીકળેલી પોલીસની શી ટીમને મળી આવેલા ચાર રજદીપક સમાન બાળકોની સ્થિતિ જોઇ દ્રવી ઉઠેલા પોલીસકર્મીઓને તેને પુનઃ સ્થાપિત કરવામાં માધ્યમ બન્યા છે. કચરો વીણતા બાળકોને પોલીસના માનવીય અભિગમના કારણે પોતાનું શિક્ષણ ફરી શરૂ કરી શક્યા છે.
વાત એમ છે કે સમા પોલીસ સ્ટેશનની શી ટીમના નોડલ અધિકારી ફોજદાર શ્રી જે.આર.વૈદ્ય ગત્ત તા.૧૭/૧૧/૨૧ ના રોજ સમા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમ્યાન સમા કેનાલ રોડ, ગાયત્રી ફ્લેટ – શ્રીજી ફ્લેટની સામે ખુલ્લા મેદાનના ખુણામાં બે ચાર ઝુપડા આવેલ છે અને તેમણે ત્યા ૪ બાળકો રમતા જોયા હતા.
આ બાળકોની પુછપરછ કરતા મેહુલ રાજુભાઈ ઉં.વ. ૧૪ તથા પ્રકાશ રાજુભાઈ ઉ.વ.૧૨, (બન્ને બાળકોના માતા પિતા મરણ પામેલ છે.) રહે સદર, જાનવી જયતિભાઈ હરિજન ઉં.વ.૭ ,લલીત જયતિભાઈ ઉ.વ. ૧૪ (આ બન્ને બાળકના પિતા હયાત છે, માતા મરણ પામેલ છે.) હોવાનું અને સદર વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.
આ ચારેય બાળકોની પુછપરછ કરતા એવી વિગતો જાણવા મળી કે તેઓ તેમની દાદી શાંતાબેન ચંદુભાઈ હરીજન હાલ સાથે કચરો વિણવાનુ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. અને દીકરી જાનવી આજદીન સુધી ભણવા શાળામાં ગયેલ નથી. તેમજ બીજા ત્રણ બાળકો પ્રાથમિક સુધી સરકારી શાળામાં ભણેલ છે. બાદ શાળા જતા નથી.
આથી સમાના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી જીલ્લા બાળ શહેર એકમ વડોદરા શહેરને તા.૧૮/૧૧/૨૧ નારોજ પત્ર લખી બાળકોને પુન:સ્થાપન સારૂ વિનંતિ પત્ર પાઠવ્યો હતો. ત્યારબાદ સુપ્રીટેન્ડન્ટ બાલગોકુલમ દ્વારા પોલીસનો સંપર્ક કરતા ત્યાં બાળકોને મુલાકાત કરાવતા તેઓએ તેમના આધારકાર્ડ તેમજ અન્ય દાખલા માગેલ જે બાળકો પાસે ન હોઈ,
પોલીસે તાત્કાલીક તેઓને કોર્પોરેશન અધિકારીશ્રીને મળી બાળકોનું આધારકાર્ડ મેળવેલ. તથા બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવી સાવલી ખાતે તલાટીનો સંપર્ક કરી બાળકોના વાલીના મરણ દાખલા મેળવી તે બાદ તેઓના બેંકમાં તેમની દાદી સાથે જોઈન્ટ ખાતા ખોલાવી તમામ ડોક્યુમેન્ટ બાલ ગોકુલમ ખાતે રજુ કરવામાં આવ્યા હતા.
જિલ્લા બાળ શહેર એકમ વડોદરા શહેર તરફથી મંજુરી આવતા તા.૨૫/૧૧/૨૧ નારોજ બાળકોને બાલ ગોકુલમ ખાતે (૧) મેહુલ રાજુભાઈ હરીજન ઉ.વ. ૧૪ ધોરણ ૮ સુધી તથા (ર) પ્રકાશ રાજુભાઈ હરીજન ઉ.વ.૧૨, ધોરણ – ૭ (૩) લલીત જયંતિભાઈ હરીજન ઉ.વ. ૧૪ ધોરણ- ૮ સુધી તથા દીકરી (૪) જાનવી જયંતિભાઈ હરિજન ઉ.વ. ૭ નિ:સાક્ષરતા જે આજદિન સુધી શાળામાં ગયેલ જ ન હોય, તેણીનીને કોયલી ચેકપોસ્ટ આગળ કોયલી વિદ્યા મંદિર સ્કુલ સામે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકવાની કાર્યવાહી કરવામા આવી છે.