Western Times News

Gujarati News

કચ્છઃ નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા કરી

ભુજ,રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી.

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો. મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી.

આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ૪ મૃતક યુવક ૨૮થી ૩૨ વર્ષના હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરના નવાબંદર રોડ પર ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં ૪નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જાે કે અહીં ૪ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક જામ થયો હતો. તમામ યુવકો ૨૮ થી ૩૨ વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે.ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જાેરદાર ટક્કર થઇ કે ઘટનામાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ હતા.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.