કચ્છનાં અંજારમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ભૂજ, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ફરી ધરતી ધ્રુજી હતી. આજે બપોરે 2 વાગેને 9 મિનિટે કચ્છ, અંજાર અને ભચાઉમાં 4.1 રેક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇથી 8 કિમી દૂર હોવાનું મનાય છે. ભૂકંપ અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક મહિનામાં કચ્છ, સૌરાષ્ટ્ર, જામનગરના વિસ્તારોમાં ભૂકંપના ઘણા આંચકા આવતા લોકો ડરી ગયા છે.