કચ્છના અબડાસા નજીકથી હથિયાર બનાવાની મીની ફેક્ટરી ઝડપાઈ
કચ્છ, કચ્છના અબડાસાના નજીકથી હથિયાર બનાવાની મીની ફેક્ટરી ઝડપાઈ છે. ભુજ એસઓજી અને એલસીબી પોલીસે બાતમીના આધારે કોઠારા નજીક આવેલ ફેકટરીની આડમાં ગેરકાયદેસર દેશી બંદૂક બનવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સિકંદર મીઠુબાવા પઢિયાર નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
અબડાસાના કોઠારા નજીક સિકંદર મીઠુબાવા પઢીયાર નામનો શખ્સ કોલસાની ભુકીમાંથી કાર્બન બનાવવાની ફેક્ટરીની આડમાં ગેરકાયદેસર રીતે દેશી બંદૂકની ફેક્ટરી ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. ભુજ એસઓજી તેમજ એલસીબી પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હથિયાર બનાવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાંથી પોલીસને દેશી બંદૂક બનાવવાની સામગ્રી, અણીદાર ભાલો, પાંચ ટન લાકડું, 10 ટન કાર્બન ભૂકી વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપી ફેક્ટરી માંથી ઝડપાયેલું લાકડું, કાર્બન વગેરે પણ ગેરકાયદેસર છે.
પોલીસે ફેક્ટરીમાંથી બંદૂક બનાવવાના સામાન ઉપરાંત દીપડાનું માથા સહિતનું ચામડું પણ મળી આવ્યું છે. દીપડા ચામડા લઈને વન વિભાગ જાણ કરવામાં આવી છે. આરોપીની ફેક્ટરીમાં દીપાડાનું ચામડું ક્યાંથી આવ્યું તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. સાથે જ આરોપી કોઇપણ જાતની મજુરી વગર કોલસામાંથી કાર્બન બનાવવાની ફેક્ટરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ આરોપીની ફેક્ટરીમાંથી મળી આવેલ દીપડાના ચામડા લઈને ફરિયાદ નોધવાની તજવીજ શરુ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી હથિયાર બનાવતો હતો. આરોપીએ હથિયાર બનાવી કોને-કોને આપ્યા છે. સહિતના સવાલોના જવાબ હાલ પોલીસ શોધી રહી છે.
પોલીસ હાથે ઝડપાયેલા આરોપી ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી અગાઉ પણ પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યો છે. 2008માં તેની વિરુદ્ધ કાળિયારના શિકારનો ગુનો દાખલ થયો હતો અને 2015માં હથિયારના એક ગુનામાં તેનું નામ ખુલ્યું હતું. હાલ આરોપી સામે ગેરકાયદેસર હથિયાર બનવાની ફેકટરી મામલે કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે. આરોપી સામે આગામી દિવસોમાં આરોપી સામે દીપડાના ચામડા રાખવા બદલ સાથે જ ગેરકાયદેસર કોલસામાંથી કાર્બન બનવાવવા બદલ અલગ અલગ બે ફરિયાદ નોધાઇ ષકે છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ શરૂ કરી છે.