કચ્છના નલિયા એરબેઝની જાસૂસી કરતા ૪ શખ્સો ઝડપાયા
ભુજ: અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં કિશોર સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
મળતી માહિતી મુજબ પકડાયેલા યુવકોના નામ રફીક હજામ, અબ્બાસ પઢીયાર, અરબાઝ સુમરા અને એક સગીર યુવક છે. આ ચારેય યુવકો પર હાલ જાસૂસીનો આરોપ લાગ્યો છે. યુવકો મોથાળા એરફોર્સ સ્ટેશનના પ્રતિબંધિત વિસ્તારમાં ફોટા પાડતા પડ્યા હતાં. તેઓ એરફોર્સ સ્ટેશનની અંદર આવેલા રડાર સહિત પ્રતિબંધિત વિસ્તારના ફોટા પાડી રહ્યાં હતાં. આ લોકો ૨૯ જાન્યુઆરીના રોજ પકડાયા હતાં. નલિયા પોલીસ સ્ટેશનમાં ચારેય સામે અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
આઇપીસી કલમ ૧૨૩,૧૨૦બી, તથા ઓફિશીયલ સક્રિટ એક્ટની કલમ ૩,૯ મુજબ ફરિયાદ નોંધાઇ. યુધ્ધ જેવી સ્થિતિમાં દુશ્મનોને ફોટા ઉપયોગી થાય તેવું કાવતરૂ રચી ગુન્હો કર્યાનો આરોપ લાગ્યો છે. વધુ તપાસ પશ્ચિમ કચ્છ ર્જીંય્ કરશે.
આ મામલે ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલાતો હોવાની શંકા અથવા કયા ઉદ્દેશ સાથે ફોટા પડાયા તેવી તપાસ હાથ ધરવામાં આવશે. એરફોર્સના અધિકારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે. પકડાયેલા યુવકોમાં રફીક મામદ હજામ (૩૦) અબડાસા તાલુકાના મંજલના રેલડીયાનો રહીશ છે. જ્યારે અબ્બાસ દાઉદ પઢીયાર (૧૮) અબડાસા તાલુકાના ધાતળનો રહીશ છે. અરબાઝ ઈસ્માઈલ સુમરા (૨૦) અબડાસા તાલુકાના નલીયાના બુકેરા ફળીયાનો રહીશ જ્યારે એક સગીર અબડાસાના ધાતળનો રહીશ છે. અત્રે જણાવવાનું ગુજરાતનો કચ્છ એક સરહદી જિલ્લો છે અને પાકિસ્તાન નીકટ છે. આથી આ રીતે તે એક સંવેદનશીલ જિલ્લો છે.