Western Times News

Gujarati News

કચ્છના મૂંદ્રા તાલુકાની બે ગામ પંચાયતોને મળ્યો એક દરજ્જાે

અમદાવાદના સાણંદ નગરપાલિકા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં સીસી રોડના કામો માટે ર કરોડની મંજૂરી
અમદાવાદ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નગર સુખાકારીના કામોને અગ્રતા આપતો એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ તદઅનુસાર કચ્છ જિલ્લાના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જૂથ ગ્રામ પંચાયત મળીને એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો આપવાનો ર્નિણય લીધો છે.

કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે ૩પ હજારની જનસંખ્યા તેમજ બારોઇ જૂથ ગ્રામ પંચાયતની રપ હજાર જેટલી વસ્તી મળી કુલ ૬૦ હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઇટ સહિતની સુવિધાઓ આ સંયુકત નગરપાલિકા બનતાં ત્વરાએ મળતી થશે.

વિજય રુપાણીએ અન્ય એક ર્નિણય કરીને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અન્વયે અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકા વિસ્તારની ર૧ જેટલી ખાનગી સોસાયટીઓમાં સીસી રોડના ર કરોડના કામોને પણ મંજૂરી આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં તેમજ અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધા વૃદ્ધિના કામો હાથ ધરવામાં આવે છે. આ યોજનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રોપર્ટી ટેક્ષ ભરતી હોય તેવી તમામ ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટ રહેણાંક વિસ્તારમાં સુખ-સુવિધા અને સ્વચ્છતાના કામો આવરી લેવાય છે.

આવા રહેણાંક વિસ્તારોમાં આંતરિક રસ્તાઓ ઉપર ડામરનું પેવિંગ કામ, પથ્થર પેવિંગ, રોડ રિસરફેસીંગ તેમજ સીમેન્ટ કોક્રીટના રોડના કામો ઉપરાંત જરૂરિયાત પ્રમાણે સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇન જેવા કામો મંજૂર કરી શકાય છે. આવા કામો માટે ૭૦ ટકા ફાળો રાજ્ય સરકાર સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આપે છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.