કચ્છના હરામીનાળામાં પાંચ પાકિસ્તાની બોટ કબજે કરાઈ

ભૂજ, અતિ સંવેદનશીલ વિસ્તારમાં એવા કચ્છના હરામીનાળામાં મ્જીહ્લનો સપાટો યથાવત છે. ફરી એકવાર એક પાકિસ્તાની અને પાંચ પાકિસ્તાની બોટ કબજે કરી છે. હરામીનાળામાં પાકિસ્તાની બોટને ઝડપી પાડવા માટે મ્જીહ્લએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. હજુ પણ પાકિસ્તાનીઓ ઝડપાવાની શક્યતા છે. સર્ચ ઓપરેશન સઘન બનાવાયું છે.
આજે ફરી એક પાકિસ્તાની સાથે પાંચ પાકિસ્તાની બોટ કબ્જે કરી છે. BSFએ પાકિસ્તાની બોટને પકડવા માટે ૩ રાઉંડ ફાયરીંગ પણ કરવું પડ્યું. અત્યારસુધી બીએસએફે ઓપરેશન ચલાવી ૩ પાકિસ્તાની સાથે ૯ પાકિસ્તાની બોટ કબ્જે કરી છે. હજુ પણ કાર્યવાહી યથાવત છે.
ગઈકાલે પણ મ્જીહ્લએ ૨ પાકિસ્તાનીને હરામીનાળા પાસેથી ઝડપી લીધા હતા. હજુ પણ પાકિસ્તાની માછીમારો દરિયામાં હોવાની શક્યતાના આધારે સર્ચ ઓપરેશન સઘન બનાવ્યું છે.
હરામીનાળા વિસ્તારમાંથી આજે શુક્રવારે વધુ ૫ પાકિસ્તાની બોટ સાથે ૧ ઘૂસણખોર માછીમારને સલામતી દળોએ સર્ચ-ઓપરેશન દરમિયાન સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. ઘૂસણખોરને ઝડપવા માટે દળના જવાનોને હવામાં ૩ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી.
જપ્ત કરાયેલી બોટમાંથી માછલી, એને પકડવાની જાળી અને સામગ્રી સિવાય સંદિગ્ધ વસ્તુ નથી મળી. પરંતુ હજુ પણ દરિયાઈ ક્રિક વિસ્તારમાં ઘૂસણખોર હોવાની સંભાવનાને લઈ સઘન તપાસ ચાલુ છે.SS3KP