કચ્છનું હમીરસર તળાવમાં વિદેશી પક્ષીઓનો પડાવ
ભુજ, કચ્છના પાટનગર ભુજમાં આવેલા હમીરસર તળાવમાં વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
કચ્છમાં વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને આવતા હોય છે ત્યારે ભુજના હદય સમાન હમીરસર તળાવમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન, ડેલમેટિયન પેલિકન, પેઇન્ટેડ સ્ટોર્ક, ગ્રે બગલા, લિટલ બ્લુ બગલા, ગ્રેટ એગ્રેટ, લિટલ એગ્રેટ, સ્પોટેડ વ્હિસલિંગ ડક, માર્બલ ડક, પ્લોવર, રેડ વોટલ્ડ લેપવિંગ, રેડ નેપ્ડ આઇબીસ, ગ્રેટર ફ્લેમિંગો, લેસ્ટર ફ્લેમિંગો વગેરે જેવા પક્ષીઓ જાેવા મળી રહ્યા છે.
નયનરમ્ય વિદેશી પક્ષીઓ સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.પેલિકન પક્ષીઓમાં ગુલાબી પેણની સંખ્યા વધારે છે.ભુજમાં રહેતા લોકો સવારના વોકિંગ કરવાના સમયે પોતાના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરતા પણ નજરે જાેવા મળે છે.
રશિયાથી ૫૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને આ પક્ષીઓ કચ્છમાં આવે છે. હાલ હમીરસર તળાવમાં રહેલા ગ્રેટ પેલિકન પક્ષી છેક રશિયાથી અહીં આવ્યા છે તે હવે માર્ચ મહિનામાં અહીંથી ચાલ્યા જશે.પક્ષીઓ હમીરસર તળાવમાં માછલાં ખાવા માટે પણ આવતા હોય છે.HS