Western Times News

Gujarati News

કચ્છમાંથી ફરી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા

ભુજ, કચ્છમાંથી ફરી એક વખત ચરસના પેકેટ મળ્યા છે. આ વખત દરમિયામાંથી ૧૦ પેકેટ મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અબડાસાના સિંધોડી નજીકથી આ પેકેટ મળી રહ્યા હતા. જખૌ મરીન પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે ચરસના તમામ પેકેટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા. અહીં બીએસએફના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના પેકેટ મળી આવ્યા હતા.

જાેકે, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ચરસ મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચરસના ૧,૫૦૦થી વધારે પેકેટ મળી આવ્યા છે.

તપાસ એજન્સીઓને એવી આશંકા છે કે ચરસ મળવા પાછળ પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે.
કેન્દ્રીય તપાસ એજન્સી ડ્ઢઇૈંએ મુંદ્રા પોર્ટ પરથી ૫૦૦ કરોડ રૂપિયાનું ૫૨ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે.

ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઑપરેશનને પાર પાડવા માટે ઑપરેશન નમકીન નામ આપવામાં આવ્યું હતું, જેનાથી કોઈને શંકા ન પડે. ડીઆરઆઈના અધિકારીઓને એવી જાણકારી મળી હતી કે છેલ્લા થોડા સમયથી ડ્રગ્સનો બિઝનેસ કરતા આરોપીઓ તરફથી નમક (મીઠું)ના આડમાં કોકેઈન વગેરેનો બિઝનેસ કરવામાં આવી રહ્યો છે.

ઑપરેશન નમકીન સફળ રીતે પાર પડ્યા બાદ રેવેન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જણાવ્યું કે કોકેઈનને ઈરાનના રસ્તાથી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. આ ઑપરેશનને અંજામ આપનાર અધિકારીઓ છેલ્લા થોડા સમયથી ખૂબ સતર્ક હતા.

આ દરમિયાન માલુમ પડ્યું હતું કે, મુંદ્રા પોર્ટ પર આશરે ૨૫ મેટ્રિક ટન વાળી મીઠાની ખેપ પહોંચી છે. આ ખેપમાં નશાનો સામાન હતો. આ દરમિયાન મીઠાની બોરીઓની તપાસ કરતા તેમાંથી ૧૦૦૦ બેગમાં નશાનો સમાન હતો. ડીઆઈઆઈના અધિકારીઓએ ૨૪મી મેથી ૨૬મી મે સુધી ઊંડી તપાસ બાદ નશાનો સામાન ઓળખી બતાવ્યો હતો.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.