કચ્છમાંથી હવે ૨૫૦ કરોડ રૂપિયાનું હેરોઇન મળી આવતા ચકચાર મચી ગઇ

files Photo
ભુજ,કચ્છ ધીરે ધીરે જાણે કે ડ્રગ્સ માટેનું સ્વર્ગ બની રહ્યું છે. રોજે રોજ મોટા પ્રમાણમાં કચ્છના જખૌ વિસ્તારમાંથી પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓ પુરા પાડવા માટે ખાસ કરીને ભારતીય યુવાધન બરબાદ થાય તે માટે કોઇ પણ હદે જઇ શકે છે. તેવામાં આજે ફરી એકવાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. જખૌના કાંઠેથી ચરસ નહીં પણ અઢીસો કરોડના હેરોઈનના બિનવારસી પેકેટ મળતા ચકચાર મચી જવા પામી છે.
કચ્છના જખૌ અને અબડાસાના સાગરકાંઠે છેલ્લાં ત્રણ વર્ષથી બિનવારસી ચરસના પેકેટ તણાઈ આવવાના ભેદી ઘટનાક્રમ અંગે એકપણ સુરક્ષા એજન્સી આજ દિન સુધી કશો સત્તાવાર ખુલાસો કરી શકી નથી. દરમિયાન, આજે જખૌ બંદર પાસેથી ૨૫૦ કરોડના ડ્રગ્સના ૪૯ પેકેટ્સ મળી આવ્યાં છે. બોર્ડર સિક્યોરીટી ફૉર્સે આ પેકેટ્સ ચરસના નહીં પરંતુ હેરોઈનના હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
બીએસએફએ જખૌ મરીન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સયાલી ક્રીકમાંથી ડ્રગ્સના આ બિનવારસી પેકેટ્સ કબ્જે કર્યાં છે. ‘કૅફે ગુરમેટ’ અને ‘બ્લ્યૂ સફાયર ૫૫૫’ લખેલાં પેકેટ્સમાં ડ્રગ્સ પેક કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ૩૦-૩૧ મેની રાત્રે કૉસ્ટગાર્ડ અને એટીએસએ જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી સાત પાકિસ્તાની કેરીયર સાથે એક પાકિસ્તાની બોટ ઝડપી હતી. આ બોટમાં ડ્રગ્સ લવાતું હતું.
જાે કે, ભારતીય એજન્સીઓથી બચવા માટે બોટમાં સવાર પાકિસ્તાનીઓએ ડ્રગ્સના પેકેટ્સ દરિયામાં ફેંકી દીધા હતા. આ હેરોઈનના પેકેટ્સ તે બોટમાંથી ફેંકાયેલાં પેકેટ્સ હોવાનું મ્જીહ્લ માને છે. પાકિસ્તાનીઓએ હેરોઈનના પેકેટ દરિયામાં ફેંકી દીધી હોવાની જાણકારી મળતાં જ બીએસએફ એ સમુદ્રમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.hs3kp