Western Times News

Gujarati News

કચ્છમાં ચાલતા મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કરાયો

ભુજ, કચ્છમાં ચાલતા મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે આડેસરથી મુન્દ્રા સુધીના મીઠાના કાળા કોરોબાર ચલાવવામાં આવતો હતો જેનો પર્દાફાશ થતા ગેરકાયદે મીઠું પકવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગેરદાયદેસર મીઠું પકવતા લોકોના કારોબાર છેક સુરજબારીથી નવલખી સુધીની ફેલાયેલો છે.

કચ્છમાં લાખો એકર જમીનમાં ગેરકાયદે મીઠું પકાવાય છે એટલું જ નહીં નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી આ સમગ્ર કાળો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે મહત્વું છે કે મુન્દ્રા,કંડલા, અંજારમાં વન વિભાગ-રેવન્યુની જમીન પર ગેરકાયદે અગર આવેલા છે, તેમજ રાપર, આદેસરના પટ્ટામાં પણ ગામે ગામે ગેરકાયદેસર અગર ચલાવવામાં આવે છે. આ તરફ સુરજબારી ખાડીમાં સેંકડો એકર જમીનમાં અગર ધમ ધમી રહ્યા છે.

નેતાઓના પરિવારના લોકો ગેરકાયદે અગર ચલાવી લાખો કરોડોનો કારોબાર કરતા હોવાનું અહેવાલમાં સામે આવ્યા છે.કૌભાંડ આચરતા લોકો વન વિભાગની જમીન પર પણ મીઠાના અગર ચલાવી રહ્યા છે. રેવન્યુની જમીન પર ઉદ્યોગપતિઓ અને નેતાના ગેરકાયદેસર અગર હોવાનું તપાસમાં તંત્રના નાક નીચે જ મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ તરફ કચ્છના નાના રણમાં મીઠાના માફિયાઓનો કબ્જાે હોવાનું ખુલ્યું છે. તપાસમાં કચ્છના લુપ્ત થતા ઘૂડખર પર મીઠાના કારોબારીઓની મેલી નજર હોવાનું ખુલ્યું છે.

મહત્વનું છે કે ગેરકાયદે અગરમાં પીજીવીસીએલના અધિકારીનો પણ ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. અધિકારીઓ દ્વારા લાખો રુપિયા લઇ અગરમાં વીજ કનેકશન આપવામાં આવે છે એટલું જ નહીં ૩૦થી ૫૦ લાખ રુપિયામાં ગેરકાયદે લીઝ મળે છે ત્યારે કચ્છનાં મીઠાની લીઝમાં ૮૦ ટકાથી વધારે લીઝ ગેરકાયદે હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર મામલે મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હવે જાેવાનું રહ્યો આવા કૌભાંડીઓને લઈ તંત્ર અને સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.