કચ્છમાં જીપ-ટ્રક વચ્ચેની ટક્કરમાં ત્રણ જણાનાં મોત

કચ્છ, કચ્છના નખત્રાણાના અંગિયા ફાટક પાસે અકસ્માતમાં ૩ ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બોલેરો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, તો એક મોત હોસ્પિટલમાં થયું હતું.
આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના નાના આંગિયા ગામના ફાટક પાસે ગુરુવારે રાત્રે ભુજથી આઈનોક્સ કંપનીની બોલેરો જીપ આવી રહી હતી. તે સમયે એક ટ્રેઈલર મીઠુ ભરીને જઈ રહ્યુ હતું. બંને ગાડીઓ વચ્ચે એવી ટક્કર થઈ હતી કે, ટ્રેઈલરના ટક્કરથી જીપનો ખુડદો બોલાઈ ગયો હતો. જીપ પડીકુ વળી ગઈ હતી.
જીપમાં આઈનોક્સ કંપનીના પાંચ કર્મચારીઓ સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ૬૦ વર્ષીય ભચેસિંહ ભોમસિંહ સોઢા (રહે. ગાંધીધામ) અને દિનેશ જેઠારામ ગોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય કર્માચરી વિવેકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
અન્ય કર્મચારીઓ પિયુષ હિંમતભાઇ ગજેરા (ઉ.વ.૨૨) અને અનિલભાઇ તાપશીભાઇ સીજુ (ઉ.વ.૨૩) હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમા સારવાર હેઠળ છે.SSS