કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
ભુજ, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના જુદા જુદા જીલ્લામાં નાના નાના ભૂકંપના આંચકા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ જામનગર જિલ્લામાં પણ અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવયાં હતા. ત્યારે હવે કચ્છ માં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૬.૨૮ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૨.૧ની નોધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૮ કિમી દૂર હતું. વારંવાર જુદા જુદા જીલ્લામાં અનુભવતા આ આંચકાને કારણે લોકોમાં મોટા ભૂકંપના એંધાણ હોવાનો ભય પણ વ્યાપી રહ્યો છે.