કચ્છમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
ભુજ, કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના જાેરદાર આંચકાથી ધણધણી ઉઠી છે. કચ્છના ધોળાવીરા વિસ્તારમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે ૧૨.૦૮ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હજી એક દિવસ પહેલા જ જામનગર શહેરમાં ૪.૩ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આટલી મોટી તીવ્રતાનો આંચકો હોઈ લોકો ડરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપ કચ્છમાં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા ૧ હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે.HS