Western Times News

Gujarati News

કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગાંધીનગર: કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે આશરે ૯.૪૬ કલાકની આસપાસ ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૬ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ છે. ગઈ કાલે રાત્રે ભચાઉમાં ૨.૧૯ વાગ્યે પણ આંચકો આવ્યો હતો.

જેની રિક્ટર સ્કેલ પર ૨.૨ ની તીવ્રતા નોંધાઇ હતી. માહિતી મળતા, ખાવડાથી ઇસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ ૨૬ કિમી ભૂકંપનું કેન્દ્રબિંદુ જાેવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા ૪ રેક્ટર સ્કેલ ઉપરની હોવાથી કચ્છનાં મોટાભાગના વિસ્તારોમાં આ આંચકોનો અનુભવ થયો છે.

ખાવડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી. સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા પરંતુ સદનસીબે, હજી કોઇ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી.

ગઈ કાલે રાત્રે ભચાઉમાં ૨.૧૯ વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર ૨.૨ ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી ૧૨ કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો ૪.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ ભરૂચથી ૩૬ કીમી દૂર નોંધાયું છે.

બપોરે ૩.૪૦ કલાકે હળવો ભૂકંપ અનુભવાયો છે. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હાલોલમાં ૩ સેકેન્ડ સુધી ધરાધ્રૂજી છે. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં ૨થી ૪ સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.