કઝાકિસ્તાન ખાતે બેક એરનું પ્લેન ક્રેશ, ૧૫ના મોત
કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલમાટીની નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ: આ વિમાનમાં ૫ ક્રુ મેમ્બર્સ પણ હતા |
નૂર સુલ્તાન, કઝાખસ્તાનના અલમાતી એરપોર્ટ પાસે શુક્રવારે સવારે એક પેસેન્જર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં અત્યાર સુધી ૧૫ લોકોના મોત થયા છે. પ્લેનમાં ૯૫ મુસાફરો અને ૫ ક્રૂ મેમ્બર્સ હતા. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે ‘બેક એર’ એરલાઈન્સનું પ્લેન અલમાતી શહેરથી પાટનગર નૂર સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય પ્રમાણે સવારે ૭.૨૨ વાગે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે બે ફ્લોરની એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું હતું. ઘટના પછી ઈમરનજન્સી સેવા ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં કાટમાળ નીચે દબાયેલી મહિલા એમ્બ્યુલન્સને બુમ પાડતી જોવા મળી રહી છે.
કઝાખસ્તાન સરકારે પ્લેન ક્રેશનું કારણ શોધવા કમિશનનું ગઠન કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં ૨૯ જાન્યુઆરી ૨૦૧૩માં કોકસૈતો શહેરથી આવી રહેલું એક પેસેન્જર પ્લેન અલમાતી પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત થયા હતા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ પણ દેશના દક્ષિણ ભાગમાં સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં ૨૭ લોકોના મોત થયા હતા. કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલમાટી ની નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં ૯૫ મુસાફરો અને ૫ ક્રુ મેમ્બર્સ સવાર હતાં. એરપોર્ટ તરફથી આ જાણકારી આપવામાં આવી. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં ૧૪ મુસાફરોના મોત થયું હોવાનું કહેવાય છે. ક્રેશસાઈટ પર ઈમરજન્સી સેવાઓને તાબડતોબ મોકલી દેવાઈ છે. વિમાનમાં ફસાયેલા લોકોને યુદ્ધસ્તરે બચાવવાનું કામ ચાલું છે.
મળતી માહિતી મુજબ કઝાકિસ્તાનથી રવાના થયેલું આ વિમાન ટેક ઓફના થોડા સમય બાદ ક્રેશ થઈ ગયું. પ્લેનમાં ૧૦૦ મુસાફરો હતાં. બેક એર ફ્લાઈટ ૨૧ઃ૦૦ (સ્થાનિક સમય મુજબ) ભારતીય સમય મુજબ સવારે ૭ઃ૦૫ ટેક ઓફ બાદ થોડી મિનિટમાં જ રડારથી સંપર્ક બહાર થઈ ગયું. વિમાને કઝાકિસ્તાનના અલ્માટી એરપોર્ટથી ઉડાણ ભરી હતી. પરંતુ ટેક ઓફ બાદ જ રડારથી સંપર્ક ખોરવાઈ ગયો અને વિમાન ક્રેશ થઈ ગયું. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં આગ જોવા મળી રહી છે. વિમાન અલ્માટીથી કઝાકિસ્તાનની રાજધાની નૂરસુલ્તાન માટે રવાના થયું હતું. કહેવાય છે કે વિમાન બે માળની ઈમારત સાથે ટકરાયું અને ત્યારબાદ ક્રેશ થઈ ગયું.