કટોકટી માટે પશ્ચિમી દેશો જવાબદારઃ વ્લાદિમીર પુતિન

મોસ્કો,રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફૂડ (અન્ન) અને એનર્જી (ઊર્જા)ની વૈશ્ર્વિક કટોકટી માટે પશ્ર્ચિમના દેશોને દોષ દીધો હતો. તેમણે જળવિસ્તારમાંથી જાે સુરંગો (માઇન્સ) દૂર કરાય, તો યુક્રેનથી અનાજ સાથેના જહાજાેને સલામત જવા દેવાની તૈયારી દર્શાવી હતી.
પુતિને જણાવ્યું હતું કે ફૂડ માર્કેટમાંની વૈશ્ર્વિક સમસ્યા માટે પશ્ર્ચિમના દેશો રશિયાને ખોટો દોષ દઇ રહ્યા છે, પરંતુ ખરેખર તો પશ્ર્ચિમના દેશો જ તેના માટે જવાબદાર છે. રશિયાના આ નેતાએ જણાવ્યું હતું કે ઊર્જાની કટોકટી માટે પણ પશ્ર્ચિમના દેશો જ જવાબદાર છે. રશિયાને ‘બલિનો બકરો’ બનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. અમે યુક્રેન ખાતેથી નિકાસને નથી.hs2kp