કઠલાલ તાલુકાના ભરકુંડા ખાતે કલેકટર સુધીર પટેલની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ
(માહિતી)નડિયાદ, ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મકક ઉકેલ કરવાની નવતર પહેલના ભાગરૂપે કલેકટર સુધીર પટેલની ઉપસ્થિેતિમાં કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે રાત્રિ સભા યોજાઇ હતી.
આ રાત્રિ સભામાં ગ્રામજનોએ ગામમાં હાઇસ્કૂલ બનાવવા માટેની જમીનની ફાળવણી, ગામની ૯૫ ટકા વસ્તીમ સીમ વિસ્તારમાં રહે છે. આ પરિવારોને ૨૪ કલાક વીજ પુરવઠો પૂરો પાડવા, મલાયપુરાથી ભરકુંડા, જાળીયા, અભ્રીપુર સહિત ચાર ગામોને જોડતો પાંચ કિલોમીટરના કાચા રસ્તાભને પાકો બનાવવા જેવા પ્રશ્નોજ રજૂ કર્યા હતા.
કલેકટર સુધીર પટેલે ગ્રામજનોના પ્રશ્નોપ સાંભળી તેનો હકારાત્મ ક ઉકેલ કરવા સ્થાળ પર જ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કલેકટરે જણાવ્યું કે ગામમાં હાઇસ્કૂંલ બનાવવા માટેની ગામતળની જમીન ફાળવવામાં આવશે. સીમ વિસ્તા રમાં રહેતા પરિવારોને ૨૪ કલાક વીજળી મળે તે માટે એમજીવીસીએલને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ચાર ગામોને જોડતો રસ્તોમ પાકો બનાવવા માટે સંબંધિત વિભાગને તેમણે સૂચનાઓ આપી હતી.
કલેક્ટરના હસ્તેપ વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાયના લાભાર્થીઓને મંજૂરીના હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્યિ માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્લાન કલેકટર સુધીર પટેલે કેન્દ્રગ સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજજવલા યોજના, આયુષ્યનમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માબન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તેમ લાભ લઇ તેનો સકારાત્મ ક ઉપયોગ કરવા જણાવ્યુંવ હતું. વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્દ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યોણલક્ષી યોજનાઓની વિસ્તૃધત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
આ રાત્રિ સભામાં આસીસ્ટતન્ટઆ કલેકટર ર્ડા.અનિલ ધામેલીયા, મામલતદાર વાય.સી.શાહ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ અને મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.