કઠલાલ તાલુકાની ચરેડ પે સેન્ટર શાળામાં પુસ્તક મેળો યોજાયો

કઠલાલ તાલુકાની ચરેડ પે સેન્ટર શાળામાં તારીખ ૨૮/૦૧/૨૦૨૦ ના રોજ કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી ચરેડ પ્રાથમિક શાળામાં “પુસ્તક પ્રદર્શન” યોજવામાં આવ્યું. જેમાં ૪૮૦ જેટલા બાળકો લાભાન્વિત થયા.
જેમાં પુસ્તક વાંચન, નાટક દ્વારા પુસ્તક લેખન મહત્વ, માનવ પુસ્તકાલય, સંકલ્પ વૃક્ષ જેવી પ્રવુતિઓ કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષક સંઘ મહામંત્રી લક્ષ્મણસિંહ, સી.આર.સી પંકજભાઈ તેમજ પ્રોગ્રામ લીડર અનિલ રોહિત, ગાંધી ફેલો આર. મનોહર ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી, શાળા પરિવાર તેમજ શાળા બાળ સંસદ દ્વારા સરસ આયોજન કર્યું હતું.