કઠલાલ નડિયાદ રોડ ઉપર ભાનેર પાટિયા પાસે અકસ્માત, એકનું મૃત્યુ
કઠલાલ નજીક આવેલ ભાનેર પાટિયા પાસે આઈસર ચાલકે વાહન ગંભીર રીતે હકારી બાઇક ચાલક જી.જે.૦૭ સી.ક્યુ ૬૯૨૨ને અડફેટે લઈ લેતા બાઇક ચાલક સોહિલભાઈ મજીદભાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અને ફરિયાદી અલ્તાફભાઈને જમણા હાથે ઇજા પહોંચી હતી. મલેક અલ્તાફભાઈ સલીમભાઈ મલેક, રહે.ડડુસર, પગીવાળુ ફળિયું, તા:-મહુધા, મૃતક બાઇક ચાલકના કાકાની ફરીયાદના આધારે કઠલાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.