કઠલાલ પોલીસ સ્ટેશનના છેતરપીડીના ગુનામાં નાસતા ફરતા કુલ -૩ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી
પોલીસ અધિક્ષક ખેડા નાઓએ ખેડા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી. / પેરોલ ફર્લોસ્કોડની અલગ અલગ ટીમો બનાવી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ. એમ.ડી.પટેલ એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલફર્લો સ્કોર્ડના પો.સ.ઇ. એમ.એ.ઠાકોર તથા એલ.સી.બી સ્ટાફ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે કઠલાલ પો.સ્ટે ફ.ગુ.ને. ૭૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૧૧૪ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ( ૧ ) સકિલભાઇ ઉસ્માનભાઇ તથા ( ૨ ) ઇસુબભાઇ જીવાભાઇ તથા ( ૩ ) પુંજાભાઇ ઇસામભાઇ તમામ રહે.પીઠાઇ તા.કઠલાલ જી.ખેડા નાઓને કઠલાલ ચોકડી પાસેથી આજરોજ તા .૦૨ / ૦૭ / ૨૦૨૦ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી કઠલાલ પો.સ્ટે . ઘટીત કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે