Western Times News

Gujarati News

કઠવાડા જતો બુટલેગર સ્વીફટ ગાડીમાં દેશી દારૂની ખેપ મારતા ઝડપાયો

પોલીસ અધિક્ષક  ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો / લીસ્ટેડ બુટલેગરો ઉપર વૉય તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે  એમ.ડી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી. બી. ખેડા નડીયાદનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી જીલ્લામાં વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ તપાસ રાખી રેઇડો કરી આવી બદીને ડામી દેવા સુચના કરેલ .

https://westerntimesnews.in/news/56798

જે અનુસંધાને ગઇ તા .૧૪ / ૦૯ ૨૦૨૦ ના રોજ એલ.સી.બી. સ્ટાફના અ.હેડ.કો.ચંન્દ્રકાંન્ત , પો.કો.રાહુલકુમાર , પો.કો.કુંદનકુમાર તથા પો.કો કેતનકુમાર નાઓ ખેડા ટાઉન પો.સ્ટે . હદ વિસ્તારમાં પેટ્રલીંગમાં હતા . દરમ્યાન પો.કો. કુંદનકુમાર તથા પો.કો. રાહુલકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ખેડા જીલ્લાના ખેડા ટાઉન પો.સ્ટે.ના લીસ્ટેડ બુટલેગર પ્રમોદભાઇ ઉર્ફે પ્રમુખ કાળાભાઇ પુજાભાઇ ચુનારા રહે . કઠવાડા , યુનારાવાસ રોડ , તા.જી. ખેડાનાઓને ઝડપી લીધા હતા.

https://westerntimesnews.in/news/46367

પોતાની સ્વીફ્ટ ગાડી નં . જી.જે.૨૭ સી ૭૦૫૮ માં ચાર કારબામાં દેશી દારૂ લીટર ૧૪૦ કિ.રૂ. ૨૮૦૦ તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / – તથા અંગ જડતીના રૂ . ૧૦૦૦ મળી કુલ્લે રૂ . ૨,૦૩,૮૦૦ / – ના પ્રોહિ મુદ્દામાલ સાથે કઠવાડાથી બારેજા તરફ જતા નવાગામથી કઠવાડા રોડ ઉપરથી ઝડપી પાડી સદર ઇસમ વિરૂદ્ધ ખેડા ટાઉન પો.સ્ટે . ગુનો રજી . કરેલ છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.