કડક પ્રોટોકોલના પાલન દ્વારા PPEની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે છે
એવા કેટલાક મીડિયા અહેવાલો વહેતા થયા છે જેમાં વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) કવરઓલની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આવતા ઉત્પાદનોની કેન્દ્ર સરકાર દ્વારા ખરીદી સાથે કોઇ જ સંબંધ નથી.
HLL લાઇફકેર લિમિટેડ (HLL) એ આ PPE કવરઓલ ઉત્પાદકો/ પૂરવઠાકારો પાસેથી ખરીદવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિયુક્ત સત્તાવાર ખરીદી એજન્સી છે જે આવી કીટ્સના પરીક્ષણ માટે કાપડ મંત્રાલય દ્વારા નામાંકિત આઠ લેબોરેટરીમાંથી એક દ્વારા પરીક્ષણ કર્યા પછી માન્યતા આપવામાં આવે ત્યારે જ ખરીદી કરે છે.
ભારતે PPE અને N95 માસ્કનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની ક્ષમતા ખૂબ ઝડપથી વધારી દીધી છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની જરૂરિયાતને પૂરતા પ્રમાણમાં સંતોષી શકાય છે.
આજે, દેશમાં જ દરરોજ 3 લાખથી વધુ PPE અને N95 માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સંસ્થાઓએ 111.08 લાખ જેટલા N-95 માસ્ક અને અંદાજે 74.48 લા વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) પૂરા પાડ્યાં છે.