કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, ૪૨/૮૪ કડવા પાટીદાર સિનિયર સિટીઝન દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જે બ્રહ્માકુમારી હોલ ચિલોડા ખાતે સાહિત્યકાર ભાગ્યેશ જ્હાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સિનિયર સિટીઝનોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન કલબ દ્વારા કરેલ વિવિધ પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરી કલબના પ્રમુખ રમણ પટેલ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દિવ્ય વાતાવરણમાં યોજાયેલ આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના દીદીએ પોતાના પ્રેરક પ્રવચનમાં ફક્ત ઘરની સફાઈ જ જરૂરી નથી પણ વિશેષ મનની સફાઈ જરૂરી છે. એમ કહી શ્રેષ્ઠ જીવન જીવવા માટેના પંદર વાક્ય મંત્રરૂપે આપી સર્વેને શુભાશિષ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ઉપસ્થિત સાહિત્યકાર ભાગ્યેશ જ્હાએ પોતાના વિશેષ અંદાજમાં ઉપસ્થિત સિનિયર સિટીઝનોને સિનીયર એટલે સીમામાં રહો-નિયમિત બનો, યજ્ઞિય ભાવ રાખો અને રત રહોના મંત્રને જીવનમાં ઉતારી મારામાં અને દરેકનામાં ઈશ્વર બિરાજમાન છે એમ વિચારી ઈગો છોડી દો તો શ્રેષ્ઠ જીવન જીવી શકાય નો ઉલ્લેખ કર્યાે હતો અને પોતાની વાણીથી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ૪૨/૮૪ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અશોકભાઈ પટેલ, સમાજના અગ્રણી એચ.આર. પટેલ તેમજ નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલ, ગાયત્રી પરિવારના નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.