કડાણા ડેમ માં પાણીની સપાટી માં ધીમે ધીમે ધટાડો થતો જોવા મળે છે.

કડાણા બંધ માં પાણી ની સપાટી ધટતા પચ્ચાસ ટકા થી ઓછી પાણી ની સંગ્રહ શકિત જણાય છે.
મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકા માં આવેલ કડાણા બંધમાં પાણી ની સપાટી ધટતા ને ડેમમાં પાણી નો જથ્થો પચ્ચાસ ટકા થી ઓછી પાણી ની સંગ્રહ શકિત જણાય છે. કડાણા બંધ માં માં હાલ પાણીની આવકમાત્ર ને માત્ર 335 કયુસેક છે. હાલ કડાણા બંધ માં થી કડાણા ડાબાકાંઠા કેનાલ માં 350 કયુસેક પાણી ને કડાણા જમણા કાંઠાની નેહર માં 50 કયુસેક પાણી ને સુજલામ સુફલામ કેનાલમાં 50 કયુસેક પાણી ને દાહોદ પાઈપલાઈન માટે 180 કયુસેક પાણી છોડાઈ રહેલ છે
જયારે કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટ ના વીજ ઉત્પાદન થાય તે માટે પણ કડાણા બંધ માં થી પાણી અપાઈ રહેલ છે. વીજ ઉત્પાદન થાય તે માટે પાણી 24 કલાક પૈકી સાત કલાક પાણી પાવર પ્રોજેકટ ને માટે છોડાય છે.
કડાણા બંધ માં પાણી ની સપાટી ધટતી જશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી સજાઁય તેવું હાલ જોવાઈ રહયું છે. કડાણા ડાબાકાંઠા કેનાલ ના પાણી શીયાલ તલાવ માં પાડીને આ તલાવ ભરાય છે અને આ પાણી પમ્પીંગ કરીને નવ તલાવો સંતરામપુર ને કડાણા તાલુકા ના ભરવાનાં શરું કરાયેલ પરંતુ આ તલાવો હજુ અડધા પણ ભરવા પામેલ જોવા મળતાં નથી.
આ તલાવો માં પાણી ભરવા માટે નું પાણી સતત અપાય તે માટે ની માં ગ ઊઠેલ છે. શામણા તલાવ નું પાણી પમ્પીંગકરીને જે તલાવો લુણાવાડા તાલુકાનાં ને સંતરામપુર તાલુકા ના પાણી થી ભરવાનાં છે પરંતુ આ યોજના ની કામગીરી હજુ સંપુણ પણે ફીઝીકલી પુરી થઈ ગયેલ ના હોઈ ને આ યોજના હજુ સુધી સાકાર થઈ શકેલ જણાતી નથી ને તેથી આ યોજના હેઠળ સમાવિષ્ટ ગામતલાવો પાણી થી ભરી શકાયેલ નથી.
મહીસાગર જીલ્લા માં જળ સંચય વધુને વધુ થાય ને પાણી ની સંગ્રહ શકિત વધે તે માટે જીલ્લા વહીવટી તંત્રને સથાનિક તંત્ર દ્વારા સંતરામપુર તાલુકા માં આવેલ મોટી ખરસોલી તલાવ ઉંડું કરવા માટે નું ખાતમુહૂર્ત ના કાયઁક્મ રાજય કક્ષાના ક્ષિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ના શુભહસતે યોજાયેલ હતો. ને આ પ્રસંગે જીલલાના અધિકારી ઓ સ્થાનિક અધિકારીઓને પદાધિકારીઓ ને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગામતલાવ ઉંડુ કરવા નું આયોજન કરવામાં આવતા ને તેનું ખાતમુહૂર્ત થતાં આ વિસતારની જનતાને ખેડુતો માં આનંદની લેહર જોવા મળતી હતી. પરંતુ આ મોટી ખરસોલી તલાવ ઉંડું કરવા કરવા માટે ની કામગીરી ખાતમુહૂર્ત થયા પછી ટલ્લે ચડી જતાં ને આ તલાવ ઉંડું કરવા માટે ની કામગીરી ખાતમુહૂર્ત થયા પછી નહીં થતાં આ વિસતારની જનતાને ખેડુતો માં તેથી રોષ ની લાગણી જોવાય છે.
સંતરામપુર
ઈન્દ્રવદન વ પરીખ