કડીના દેત્રોજ રોડ પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત દંપતીનું મોત

કડી: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેત્રોજ રોડ પર બલાસર ગામની કેનાલ પાસે રવિવારે સવારે ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
દેત્રોજ તાલુકાના છનિયાર ગામના ગાંડાભાઈ જીવણભાઈ રાવળ અને તેમના પત્ની ગૌરીબેન કડી થી પરત ફરતા હતા ત્યારે તેમની રિક્ષાને ખાનગી બસ સાથે અકસ્માત થતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને રીક્ષામાં સવાર દંપતીનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કડીના દેત્રોજ રોડ ઉપર બલાસર ગામની કેનાલ ઉપર છનિયાર ગામનું રાવળ દંપતી રવિવારે વહેલી સવારે કડીમાંથી શાકભાજી ખરીદી ગામમાં વેચાણ અર્થે પોતાની રિક્ષામાં ભરી લઈ જઈ રહ્યા હતા ત્યારે કેનાલ ઉપર ખાનગી બસ સાથે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા કેનાલ ઉપર ટ્રાંફિકજામની સ્થિતિનું નિર્માણ થયું હતું.કડી પોલીસને ઘટના ની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી દંપતીની લાશને પી. એમ.અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.જયારે પરિવારમાં શોક છે