કડીના વેદાંત પટેલ જાે બિડેનની ટીમમાં સામેલ
અમદાવાદ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલને પણ સ્થાન મળ્યું છે. વેદાંત પટેલનું મૂળ વતન કડી તાલુકાનું ભાવપુરા છે. વેદાંત પટેલને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઘણા સમયથી બાઇડેટ સાથે જાેડાયેલા હતા. બાઇડેને ૧૬ લોકોની નિયુક્તિની જાહેરાત કરી છે. વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે
પરંતુ ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ યુનિ. ઓફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના રૂપમાં તેઓ ભીજા ભારતીય અમેરિકન છે. પટેલ પહેલાં પ્રિયા સિંહ વ્હાઇટ હાઉસની પ્રેસ એન્ડ કોમ્યુનિકેશન શાખામાં પ્રથમ ભારતીય મૂળના હતા. બાઇડેનના પ્રચારમાં વેદાંત પટેલે નેવાદા અને પશ્વિમી રાજ્યોના કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી.
આ પહેલાં તે ભારતીય મૂળની રાજનેતા પ્રમિલા જયપાલ માટે કોમ્યુનિકેશન ડાયરેક્ટર માટે કામ કરી ચૂક્યા છે. તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રીઝનલ પ્રેસ સેક્રેટરી અને રાજનેતા માઇક હોંડા કોમ્યુનિકેશન નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઓબામા વહીવટી તંત્રમાં ૨૦૦૯થી મે ૨૦૧૦ સુધી ઓ પદ પર કામ કર્યું હતું. ત્યાર પછી રાજ શાહે ટ્રમ્પ વહીવટી તંત્રમાં ૨૦૧૭થી ૨૦૧૯ સુધી વ્હાઇટ હાઉસનાનાયબ પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.