કડીની મારૂતિ કોટન ઈન્ડસ્ટ્રીઝના નવ ભાગીદારો સામે CBIમાં ફરિયાદ
યુનિયન બેન્કને ૧૧.૮૯ કરોડનું નુકસાન પહોંચાડવા બદલ બેન્કે ફરિયાદ નોંધાવી
અમદાવાદ, કડીની મારૂતિ કોટન ઈન્ડસ્ટ્રીઝના નવ ભાગીદારો અને ગેરન્ટરો સામે સીબીઆઈએ ગુનો દાખલ કર્યો છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને ૧૧.૮૯ કરોડનું નુકશાન કરવા બદલ તમામની સામે ફરિયાદ દાખલ થઈ છે. સીબીઆઈની ટીમે બેન્ક પાસેથી વિગતો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
દેતોત્ર રોડ, સાદરા, કડી ખાતે આવેલી મારૂતિ કોટન ઈન્ડસ્ટ્રીઝના છ ભાગીદારો આ ફર્મ ચલાવતા હતા સેલ્સ, ખરીદ, વેચાણ, ટ્રેડીગ ઓફ કોટનસીડ, ઓઈલ, કોટન જીનીગ એન્ડ પ્રેસીગ સહિત જુદી જુદી પ્રોડકટ બનાવતા હતા.
ભાગીદારોએ બેન્ક ઓફ બરોડા પાસેથી ૬ કરોડના કેસ ક્રેડિટ ફેસલીટી અને ટર્મ લોન પણ લીધી હતી. બેન્કની જાણ બહાર મારૂતિ કોટનની કેટલીક મિલકતો પણ વેચી દેવામાં આવી હોવાનુ બેન્કને ખબર પડતા તપાસ શરૂ કરી હતી. ૭૩ લાખની ચાર મિલકતો બેન્કની પરવાનગી વગર વેચી દીધી હોવાનું બેન્કે સીબીઆઈને જણાવ્યું છે.
બોગસ દસ્તાવેજાે બનાવીને ગુનાહિત કાવતરૂ રચીને બેન્કને નુકશાન કર્યુ છે વ્યાજની રકમ પણ ચુકવી નથી. સીબીઆઈએ કડીની મારૂતિ કોટન ઈન્ડસ્ટ્રીઝ, પરષોત્તમ શાંતિલાલ પટેલ (રહે. અક્ષર રેસીડેન્સી, કરન નગર રોડ, કડી) નીરજકુમાર ભાવસાર, મનીષાબહેન જયોતિન્દ્રકુમાર ભાવસાર, જીવનભાઈ લવજીભાઈ પ્રજાપતિ (પ્રજાપતિ વાસ, કારોલી, કડી) અશોક કુમાર શાંતિલાલ પટેલ, વાલીબહેન એમ. પટેલ અને વચેટિયાઓ સામે સીબીઆઈ ફરિયાદ દાખલ કરી છે.
ભ્રષ્ટાચાર અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બેન્કો સાથે છેતરપીંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. જાેકે બેન્કો દ્વારા મોડી ફરિયાદ દાખલ કરાતી હોવાથી મોટાભાગના કિસ્સામાં આરોપીઓ લોકોના નાણા લઈને વિદેશ ભાગી જાય છે.